26th January selfie contest

RBI ગવર્નરે સ્ટાર્ટઅપ્સ ધારકોને આપી સલાહ, આના પર ધ્યાન આપવા કહ્યું

PC: theprint.in

ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ગુરુવારે ભારતીય સ્ટાર્ટઅપ્સને લાંબા સમય માટે ટકાઉ બનાવવાના ઉદ્દેશ્યથી સ્ટાર્ટઅપ્સ એક અગત્યની સલાહ આપી. તેમણે કહ્યું કે, સ્ટાર્ટઅપ્સની સામે આવનારા જોખમો અને કમજોરીઓનું સતત મૂલ્યાંકન કરતા રહો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દાસ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલક્ બોર્ડ (CBDT) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ વિષય પર બોલ્યા હતા.

RBI ગવર્નરની ટિપ્પણી એટલા માટે પણ મહત્વની છે, કારણ કે આ દિવસોમાં સ્ટાર્ટઅપ્સને રશિયા અને યુક્રેન યુદ્ધ સહિત કેટલાક ફેક્ટર્સના કારણે નવું કેપીટલ રેઇઝ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેના કારણે કેટલાક સ્ટાર્ટઅપ્સ પોતાની ઓપરેશનલ કોસ્ટ ઘટાડવાની કોશીશ કરી રહ્યા છે અને ન છૂટકે કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરી રહ્યા છે.

યુવા આન્ત્રોપ્રેનિયોર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે આને વણજોઇતી સલાહ તરીકે ગણાવીને દાસે કહ્યું કે, તેઓ સમજે છે કે, આવા બિઝનેસ પહેલાથી જ રિસ્કનું આકલન કરી રહ્યા છે અને રિસ્ક લેવું તેમના બિઝનેસ મોડલનો જ એક હિસ્સો છે. તે છતાં એવી વાતો કહી કે, જે વાતોને બિઝનેસના સ્થાયિત્વ માટે હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએ.

શક્તિકાંતા દાસે કહ્યું કે, આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ જેવી નવી પ્રૌધ્યોગિકીઓ અને તેમની સ્વીકાર્યતા વધારવાથી બિઝનેસ ઝડપથી આગળ વધી રહ્યા છે. સાથે જ યુવાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવાના પણ સારા અવસરો મળી રહ્યા છે. દાસે કહ્યું કે, ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ્સ સામે આવવાની સાથે જ તેની ઝલક દેખાવા લાગી છે, કારણ કે, યુવા ઉદ્યમી ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન રીટેલ, ઓન ડીમાન્ડ ડીલીવરી, એજ્યુકેશન, સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોમાં નવા પ્રયોગો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ભારતમાં નવા યુનિકોર્ન એટલે કે, 1 અબજ ડોલરથી પણ વધારે વેલ્યુ વાળા સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઝડપથી વધી રહા છે. આ સ્ટાર્ટઅપ્સને એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ્સ, ઇન્ક્યુબેટર્સનો પણ બહોળો સપોર્ટ મળી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સને ફંડ પ્રોવાઇડર તરફથી નાણાંકીય મદદ તો ખરી જ પણ સાથે સાથે બેક-એન્ડથ સપોર્ટ અને તેમના નેટવર્ક અને કોન્ટેક્ટ્સનો પણ સપોર્ટ મળી રહ્યો છે. કોર્પોરેટ ગવર્નન્સ વિશે ગવર્નરે કહ્યું કે, આ એક માત્ર સૌથી મહત્વનો મુદ્દો છે જે એક સ્ટાર્ટઅપને લાંબા સમયની સફળતા અપાવવામાં મદદ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp