ઇલેક્શન પહેલા RBI સરકારને આપી શકે છે 40,000 કરોડ રૂપિયા

PC: thewire.in

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારને માર્ચ સુધીમાં 40,000 કરોડ રૂપિયાનું અંતરિમ ડિવીડન્ડ આપી શકે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે અંતરિમ ડિવીડન્ડની રકમથી મોદી સરકારને નાણાકીય ખોટની ભરપાઇ, ઇલેક્શનના ખર્ચ અને વોટર સપોર્ટ મેળવવામાં મદદ મળશે. RBI 1 ફેબ્રુઆરીએ જાહેર થનાર છેલ્લા બજેટ પહેલા ડિવીડન્ડ પર અંતિમ નિર્ણય કરી શકે છે.

RBI દર વર્ષે પોતાના પ્રોફિટના એક ભાગનું રિઝર્વ ફંડ બનાવે છે. જેને ફિસ્કલ રેવન્યુ તરીકે ગણવામાં આવે છે. RBI તેનો કેટલોક ભાગ સરકારને પણ ટ્રાન્સફર કરે છે. વિતેલ વર્ષે RBI એ 10000 કરોડ રૂપિયાનું છેલ્લુ ડિવીડન્ડ આપ્યું હતું. બ્લૂમબર્ગના સર્વે અનુસાર સરકારને ટોટલ લોસ એક લાખ કરોડ કરતા પણ વધુ હોઇ શકે છે. તેવામાં RBI સરકારની સાથે RBIના રિઝર્વ ફંડના વપરાશ ઉપરાંત બીજા વિવાદોના કારણે ગત મહિને ઉર્જિત પટેલે ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ શશીકાંત દાસને RBIના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવેલ છે.

RBIના ફંડમાં 9.6 લાખ કરોડ રૂપિયા છે. તે RBIના કુલ એસેટના 28 ટકા છે. સરકારનું કહેવું છે કે બીજા મોટા દેશોના કેન્દ્રીય બેંક પોતાના એસેટના 14 ટકા રિઝર્વ ફંડમાં રાખે છે. GSTથી રેવન્યુ કલેક્શન વધુમાં વધુ એક લાખ કરોડના માસિક આંકડાને નથી અડી શક્યું. જે કારણે સરકાર પાસે કેન્દ્રીય બેંક પર નિર્ભર રહ્યા સિવાય કોઇ બીજો વિકલ્પ રહ્યો નથી. તુર્કીના સેન્ટ્રલ બેંકે થોડા સમય પહેલા આમ જ કર્યું. તુર્કીની કેન્દ્રીય બેંકે સરકારને માર્ચ મહિનામાં થનાર ઇલેક્શન પહેલા સરકારને એડવાન્સ ડિવીડન્ડ આપશે. ભારતમાં કંઇક આમ જ નાણાકીય વર્ષ પૂર્ણ થયા પહેલા કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp