વિજય રૂપાણી સરકારે એવી નીતિ બનાવી રહી છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સનું હબ બને

PC: indianexpress.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ફિન-ટેક ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે નવી પોલિસી લાવી રહ્યાં છે જેનો સીધો ફાયદો ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક- ગિફ્ટ સિટીને થવાનો છે. આ પોલિસીમાં ઇપીએફ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ અને સ્ટેમ્પડ્યુટીમાં રાહતો મળશે.

મહત્વની બાબત એવી છે કે ફિન-ટેક ઇન્ડસ્ટ્રીઝ એકમો માટે નવા ઉભા થનારા બિલ્ડીંગમાં વધારે એફએસઆઇ આપવાની પણ વિચારણા ચાલી રહી છે. આ સાથે ઉદ્યોગોને અનુરૂપ મેનપાવર માટેનું ટ્રેઇનિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે કે જે ઉદ્યોગોને માનવબળ પુરૂં પાડશે.

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિન-ટેક હબ તરીકે વિકસાવી રહી છે. સરકારના ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીઓ વિવિધ કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. મોટી ચાર ટેક કંપનીઓ ગિફ્ટ સિટીમાં ટેક્‌નોલોજી અને ફિન-ટેક કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ગિફ્ટ સિટી પહેલું અને એકમાત્ર ફાયનાન્શિયલ સિટી છે, જે ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSC) સ્ટેટસ સાથે મલ્ટી સર્વિસ SEZ ધરાવે છે. સ્થાનિક અને વૈશ્વિક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસ ધરાવતી વૈશ્વિક અને સ્થાનિક ફિન-ટેક કંપનીઓ માટે બિઝનેસનો પ્રારંભ લાભદાયી રહેશે.

સરકાર ગિફ્ટ સિટીમાં ટેક્‌નોલોજી અને ફિન-ટેક હબની રચનાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એ GESEA- IT એસોસિયેશનની મદદથી ગિફ્ટ સિટીમાં ટેક્‌નોલોજી હબ વિકસાવવાનું શરૂ કર્યું છે. 12 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાંથી GIDCને IT હબ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા 6 લાખ ચોરસ ફૂટ જમીન આપવામાં આવી છે.

ગિફ્ટ સિટીના એમડી તપન રે એ કહ્યું હતું કે, ગિફ્ટ  સિટી પાસે IFSC સ્ટેટસ હોવાથી આગામી પગલું ફિન-ટેક હબની રચના કરવાનું હશે. અમે ત્રણ ફિન-ટેક સર્વિસિસ એરક્રાફ્ટ લીઝિંગ, મરિન લીઝિંગ અને ફિન-ટેકના ઓનશોરિંગનો પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવાના છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp