કોરોનાના કહેર વચ્ચે GIDCના ઉદ્યોગકારોએ માનવતા મહેકાવી

PC: Khabarchhe.com

કોરાના વાયરસને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે ત્યારે સચીન જીઆઇડીસીમાં ઉદ્યોગકારોએ શુક્રવારથી સવાર- સાંજ રસોડું શરૂ કરીને ભુખ્યા અને જરૂરીયાત મંદ કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરી છે અને લગભગ 1000 લોકોને રસોડે જમાડવામાં આવી રહ્યા છે.લોક ડાઉનને પગલે સૌથી મોટી મુશ્કેલી કામદાર વર્ગને હતી કે પાસે રૂપિયા નથી, ગામ જવા માટે કોઇ વ્યવસ્થા નથી,ખાવાનું નથી. આવા સંજોગોમાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો કામદારોની વહારે આવ્યા છે અને તેમને બનેં ટાઇમ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉદ્યોગકારો જાતે કામદારોને રસોઇ પીરસી રહ્યા છે.

સચીન ઇન્ડ. એસોસિયેશનના મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે કોરાનોની મહામારીમાં દેશભરમાં લોક ડાઉન જાહેર કરાયું છે અને સરકારે બધાને ઘરમાં રહેવાની અપીલ કરી છે.આ સંજોગોમાં કામદાર વર્ગની સ્થિતિ વધારે કફોડી થઇ હતી એટલે ઉદ્યોગકારોએ ભેગા થઇને નકકી કર્યું કે જીઆઇડીસીના કામદારો કે રાહ ચલતા કામદારો માટે રસોડું ઉભું કરવામાં આવે.શુક્રવારે બપોરે અમે લગભગ 550 લોકોને ભાત, બટાટાનું શાક, પુરી વગેરેની વ્યવસ્થા કરી હતી.જયારે સાંજે તમામ માટે બિરયાની બનાવવામાં આવશે.બીજું કે ઉદ્યોગકારાનો સહયોગથી 5 કિલો લોટ, 4 કિલો બટાટા,5 કિલો ચોખા, તેલ, મરચું, હળદર વગેરે સામગ્રીની 10000 કીટ તૈયાર કરવામાં આવી છે જે પણ વિતરણ કરવાનું સરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરત એવું શહેર છે જયાં જયારે પણ જરૂર પડે ત્યારે સામાજીક સંસ્થાઓ પોતાની સેવા પુરી પાડવા માટે તત્પર રહે છે. સચીન જીઆડીસીની જેમ જો બાકીના લોકો પણ પોતાની નજીકના લોકોની સોશિયલ ડીસ્ટન્સ રાખીને જરૂરીયાત પુરી કરે તો કોઇ પણ માણસ ભુખ્યો ન સુવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp