આ ભારતીય કંપની 3000 લોકોને નોકરીમાંથી છૂટા કરશે

PC: jagranimages.com

દેશમાં મંદીની અસરને કારણે અનેક મોટી કંપનીઓ પોતાના આકરા નિર્ણય લઈ રહી છે. ટાટા સ્ટિલની યુરોપિયન બ્રાંચ પોતાની કંપનીમાંથી 3000 લોકોને છૂટા કરી દેશે. યુરોપમાં ઉત્પાદનની ઓછી માંગને કારણે આ પગલું ભરી રહી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કર્મચારીની છટણી કરીને મહેનતાણામાં ઘટાડો કરવાની યોજના છે. જે છટણી થવાની છે એમાં મોટા ભાગના લોકો નેધરલેન્ડના છે. માર્કેટમાં અનેક પડકારો છે. ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે સ્ટિલના ઉત્પાદનમાં નવીનીકરણને વેગ આપવા માટે હવે અનિવાર્ય બન્યું છે.

યુરોપામાં રહેલા ટાટા સ્ટિલના અધિકારી હેનરિક એડમે કહ્યું હતું કે, આજે આર્થિક રીત મજબુત થવા માટે મજબુત અને ટકાઉ પગલાં ભરવા માટે કેટલાક મુદ્દાઓ પર પ્રકાર પાડીએ છીએ. આ માટે દરેક સ્તરના લોકોએ એક સાથે મળીને કામ કરવું પડશે. જે માર્કેટની ગંભીર સ્થિતિ અને સક્ષમ બનવા માટે મદદરુપ બની રહેશે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના કોઈ સંજોગ ઊભા ન થાય. એક તરફ દેશમાં ઓટો સેક્ટર બાદ આઈટી સેક્ટરમાં મંદીનો માહોલ છે. એવામાં દેશની આવી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓ છૂટા થઈ રહ્યા છે. જે વૈશ્વિક રીતે એક મંદીના સંકેત આપે છે.

Image result for tata steel

હાલમાં યુરોપમાં કામ કરતા કર્મીઓ માટે એક જોખમ ઊભું થયું છે. ઓછી માંગ અને વધુ પડતી કિંમતને કારણે માર્કેટ ઠંડુ છે. બીજી તરફ કંપની માર્કેટમાં ધીમી ગતિએ વેચાણવૃદ્ધિ કરવા માગે છે. માત્ર કર્મચારીઓને છૂટા કરવાની વાત છે પરંતુ,પ્લાન્ટ બંધ કરવાની કોઈ યોજના નથી. ભારતમાં પણ ટાટા સ્ટિલને રુ.255.89 કરોડનું નુકસાન થયું છે. જ્યારે એક વર્ષ પહેલા રુ. 60 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. એક વર્ષમાં કંપની ફરી આર્થિક રીતે બેઠી થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp