ટાટા મોટર્સ માટે સરકારનો કરાર ભંગ, નેનો કાર બંધ, સાણંદમાં હવે બીજા મોડલ બને છે 

PC: indiatimes.com

ગુજરાતમાં મોટી કંપનીઓ માટે કરાર બદલાય છે જ્યારે નાની કંપનીઓને નોટીસ આપી તાળા મારી દેવામાં આવે છે. વાત છે ટાટા મોટર્સના નેનો પ્રોજેક્ટની, કંપનીએ હેતુફેર કર્યો તો તેને પરવાનગી આપી દેવામાં આવી છે પરંતુ નાની કોઇ કંપની શરકભંગ કરે તો તેને દંડ થાય છે અથવા તો સરકારી લાભ પાછા ખેંચી લેવામાં આવે છે. સરકારની નીતિ પણ અજીબ છે. 2007માં રતન ટાટાને ગુજરાતમાં નેનો કાર માટે સરકારે 1100 એકર ફળદ્રુપ જમીન સાણંદમાં આપવામાં આવી હતી. 2000 કરોડના રોકાણમાં કંપનીને સરકારે 500 કરોડની લોન આપી સરકારના વિવિધ લાભો કે જેની કિંમત 30000 કરોડ થાય છે તે આપવામાં આવી હતી.

રતન ટાટાએ જાહેરાત કરી હતી કે એક લાખ રૂપિયાની સસ્તી નેનો કાર બજારમાં આવશે અને તે ગુજરાતના સાણંદમાં બનશે પરંતુ આ કાર બજારમાં ચાલી નહીં ટાટા મોટર્સે સાણંદમાં નેનોની જગ્યાએ તેના બીજા મોડલ બનાવવાની સરકાર પાસે સંમતિ માગી હતી. પહેલા તો સરકારે કરાર મુજબ હેતુફેર થતો હોવાથી એવી મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ પ્લાન્ટ બંધ કરવાની ચીમકી સામે સરકારે ટાટા મોટર્સને બીજા વાહનોનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી હતી. હવે સાણંદમાં નેનો કાર બનતી નથી. રતન ટાટાની ડ્રીમ કાર 'ટાટા નેનો' કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે.

પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી અને ગુજરાત સરકારે રતન ટાટાને 'વેલકમ'નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે BS-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-2020મા નવા નિયમો અમલી બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.

ટાટા મોટર્સે કહ્યું છે કે નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી BS-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (BS-6 નિયમો)નું પાલન નહીં કરે અને તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે." BS-6ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે.

ટુ-વ્હીલર પર મુસાફરી કરતા ભારતનાં કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ ₹1 લાખમાં 2009 માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી, પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન 2018માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી. ટાટા મોટર્સ હાલમાં સાણંદ પ્લાન્ટ ખાતે તેની લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન કરે છે અને અહીં તેણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની હાલમાં 60 ટકા કાર માર્કેટમાં ઓપરેટ કરે છે અને 2021-'22 સુધીમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને 90 ટકા માર્કેટને આવરી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp