ટાટાની આ કંપનીને 5,150 કરોડ આપશે સુનક સરકાર, ઘણી બેઠકો બાદ બની વાત

PC: facebook.com/rishisunak

ટાટા ગ્રુપનો આખી દુનિયામાં બિઝનેસ છે. ખાસ કરીને સ્ટીલ સેગમેન્ટમાં ટાટા ગ્રુપે બ્રિટનમાં પોતાનો બિઝનેસ ફેલાવી રાખ્યો છે. હવે ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલે બ્રિટિશ સરકાર સાથે મોટી ડીલ કરી છે. કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બ્રિટનની ઋષિ સુનક સરકારે ટાટા સ્ટીલને 50 કરોડ પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ લગભગ 5,150 કરોડ રૂપિયા)ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારે ટાટા સ્ટીલના પ્લાન્ટથી કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે આ ગ્રાન્ટ આપી છે.

કંપનીએ 15 સપ્ટેમ્બરના રોજ શેર બજારોને મોકલેલી એક સૂચનામાં આ જાણકારી આપી છે. ટાટા સ્ટીલનો આ પ્લાન્ટ સાઉથ વેલ્સના પોર્ટ ટેલબોટમાં છે. આ મુદ્દા પર સહમતીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી. હવે જઈને બંને વચ્ચે સહમતી બની છે. આ પ્લાન્ટ બંધ થવાના કગાર પર છે. પરંતુ હવે ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકારે સંયુક્ત રૂપે 1.25 અબજ પાઉન્ડના રોકાણ સાથે પોર્ટ ટેલબોટ સાઇટ પર હાઈટેક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલ પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી છે, જેમાં 50 કરોડ પાઉન્ડની સરકારી ગ્રાન્ટ પણ સામેલ છે. આ પૈસા સુનક સરકાર આપી રહી છે.

જો કે આ મામલે જ્યારે વાતચીત શરૂ થઈ હતી ત્યારે ટાટા સ્ટીલે આ પ્રોજેક્ટ માટે બ્રિટિશ સરકાર પાસે મોટી રકમની માગ કરી હતી, પરંતુ હવે સંયુક્ત ડીલ 1.25 અબજ પાઉન્ડના રોકાણ પર થઈ છે. આ પ્લાન્ટ બંધ થવાથી લગભગ 3,000 નોકરીઓ જોખમમાં આવી જતી. આ ડીલ પર ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે, બ્રિટિશ સરકાર સાથે થયેલી આ ડીલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય સાથે સાથે બ્રિટનની ઇન્ડસ્ટ્રિયલ વેલ્યૂ ચેન માટે પણ ખૂબ સકારાત્મક છે.

આ પ્રસ્તાવિત રોકાણ હજારો લોકોની નોકરીઓ બચાવી રાખશે અને સાઉથ વેલ્સમાં ગ્રીન ટેક્નોલોજી આધારિત ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમના ગ્રોથ માટે એક શાનદાર અવસર ઉત્પન્ન કરશે. આ ડીલ બાદ હવે તેને ચાલુ કરવા પર ટાટા સ્ટીલનું ફોકસ રહેશે. ટાટા સ્ટીલે જણાવ્યું કે, અત્યારે પ્રોજેક્ટને લઈને તમામ જાણકારીઓ ભેગી કરવી પડશે. એ સિવાય બધી જરૂરી મંજૂરીઓ અને સર્ટિફિકેટ મળ્યા બાદ આ પ્રોજેક્ટ 36 મહિનાની અંદર ચાલુ થઈ શકે છે. આ દરમિયાન શુક્રવારે ટાટા સ્ટીલના શેર 0.38 ટકાની તેજી સાથે 132.20 રૂપિયાના ભાવ પર બંધ થયા. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરોમાં 14.1 ટકાની તેજી આવી છે. તો છેલ્લા એક વર્ષમાં તેના શેરોના ભાવ લગભગ 25.07 ટકા વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp