RBIની નજર મોંઘવારી પર રહેશે, 2023ના અંત સુધીમાં 6.15% થઇ શકે છે રેપો રેટ

PC: realtyquarter.com

આ વર્ષના અંત સુધીમાં RBI વ્યાજ દરોમાં 1 ટકા સુધીનો વધારો કરી શકે તેવા અહેવાલો છે. ફિચ રેટિંગ્સને આશા છે કે, મોંઘવારીના મોર્ચે વણસતી સ્થિતિના કારણે RBI ડિસેમ્બર 2022 સુધીમાં રેપો રેટ 5.9 ટકા સુધી વધારી શકે છે. ફિચ રેટિંગ્સે સોમવારે જાહેર કરેલા પોતાના નવા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે, વધતી મોંઘવારીને જોતા આશા છે કે, RBI ડિસેમ્બર 2022 સુધી પોતાના વ્યાજ દરોને વધારીને 5.9 ટકા કરી દેશે.

ફિચ રેટિંગ્સનું અનુમાન છે કે, 2023ના અંત સુધીમાં RBI રેપો રેટ વધારીને 6.15 ટકા સુધી કરી શકે છે. આ પહેલા પણ પોતાના એક અનુમાનમાં ફિંચે કહ્યું હતું કે, RBI 2023ના અંત સુધીમાં રેપો રેટ 5 ટકા કરી શકે છે. જોકે, ફિંચ રેટિંગ્સનું એ પણ કહેવું છે કે, 2024માં દરોમાં કોઇ પ્રકારના ફેરફારો આવશે નહીં. ફિંચ રેટિંગ્સનું માનવું છે કે, ભારતની ઇકોનોમી સામે જિયોપોલિટિકલ સ્થિતિ, કોમોડિટીની વધતી કિંમતો અને વિશ્વભરમાં નાણાંકીય નીતિઓમાં આવી રહેલા મોટા ફેરફારો જેવા તમામ પડકારો રહેશે.

આ સિવાય અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજન્સીનું કહેવું છે કે, મોંઘવારી વધીને આઠ વર્ષના શિખર પર પહોંચી ગઇ છે અને તે ઘણી વ્યાપક ધોરણે છે. તેના કારણે ઉપભોક્તાઓએ તમામ હેરાનગતિઓનો સામનો કરવો પડી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાછલા ત્રણ મહિનાઓમાં ખાવા-પીવાની અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની મોંઘવારી વાર્ષિક આધાર પર એવરેજ 7.3 ટકા વધી છે. હેલ્થકેર બિલમાં પણ આટલી જ મોંઘવારી જોવા મળી છે.

પોતાની પાછલી બે પોલિસી મીટમાં RBIએ વ્યાજ દરોમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થયો હતો. જ્યારે જૂન મહિનાની પોલિસી મીટમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો હતો. હાલના સમયે રેપો રેટ 4.9 ટકા પર છે. ફિંચને આશા છે કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આપૂર્તમાં સુધારાની સંભાવના છે કારણ કે, કોરોનાના કેસ માર્ચના અંત સુધીમાં ઓછાં થઇ ગયા છે. અનુમાન હતું કે, 2022ના પહેલા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 4.8 ટકા રહેશે પણ વાસ્તવમાં તે 4.1 ટકા પર રહ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખતા ફિંચે ભારતીય અર્થવ્યવસ્થાના 2022-23ના ગ્રોથ પૂર્વાનુમાનને 8.5 ટકાથી ઘટાડીને 7.8 ટકા કર્યો છે.

ગત સપ્તાહમાં જ ફિંચે ભારતની સૌવરેન રેટિંગને બે વર્ષ બાદ નેગેટિવથી બદલીને સ્ટેબલ કરી દીધી હતી. જોકે, રેટિંગમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો અને તેને BBB પર રાખી હતી. ગ્લોબલ ઇકોનોમી પર ફિંચનું કહેવું છે કે, મોંઘવારીનું દબાણ વધતુ જશે. જેનાથી ગ્રોથ પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. ચીને હાલમાં જ કોરોના સંબંધિત લોકડાઉનના હટવાથી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સપ્લાઇ ચેન પર વધુ દબાણ આવી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઇંધણ અને ખાદ્ય આપૂર્તિઓમાં પણ બાધા આવી રહી છે. તેનાથી યુરોપમાં મોંઘવારી આશા કરતા વધારે ઝડપથી વધી રહી છે. મોઘવારીના કારણે સર્વિસ સેક્ટર પર પણ ખાસ કરીને અમેરિકા અને યુકેમાં વધુ દબાણ પડી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp