હોંગકોંગમાં બળવાથી ડાયમંડ ઉદ્યોગ પર 45 ટકાની અસર

PC: professionaljeweller.com/

સુરત, સુરતના હીરા ઉદ્યોગ પર મંદીનો આેછાયો હજી યથાવત છે. આખા વર્ષ દરમિયાન ચાલેલી મંદી બાદ નાતાલના તહેવારાેમાં સારા આેર્ડર મળશે તેવી મીટ માંડીને વેપારીઆે બેઠા હતા પરંતુ તે આશા પર હાલ પાણી ફરતું દેખાય રહ્યું છે. આ વખતે હીરાનો વ્યવસાય માત્ર 10 થી 20 ટકા રહ્યો છે. આનું કારણ હોંગકોંગમાં થઈ રહેલા બળવો છે. હોંગકોંગમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને કારણે ઘણા સાેદા કેટલાક મહિનાઓથી અટકી ગયા છે. અને હીરા ઉદ્યોગ ઉપર પણ તેની ખરાબ અસર પડી રહી છે. એટલે નાતાલના આેર્ડર ત્યાંથી ન મળતા  નિરાશા વ્યાપી છે. ઘણાં માેટા ઉદ્યાેગપતિઆેએ હોંગકોંગ સ્થિત આેફિસમાંથી સિક્યુરિટીને ધ્યાને લઈ પાેતાના સ્ટાફને પરત બાેલાવી લીધા છે. હોંગકોંગમાં 45 ટકા વેપાર ડાયમંડનાે સુરતથી થાય છે.

ચીન ડાયમંડનું મોટુ માર્કેટ

ચીનને સુરતના ડાયમંડ માર્કેટનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. પરંતુ હોંગકોંગમાં આંદોલનકારીઓ દ્વારા સતત બળવો કરવાને કારણે, ચીન અને હોંગકોંગમાં વેપાર માટે સંપૂર્ણ અસ્થિરતાનું વાતાવરણ છે, જેના કારણે સુરતના હીરા ઉદ્યોગથી હોંગકોંગથી કોઈ ઓર્ડર નથી આવી રહ્યા. તેનાે સીધો ફટકો સુરતના હીરા વેપારીઓ પર પડી રહ્યો છે. સુરતના વેપારીઓને આશા હતી કે નાતાલના સમયે હીરા ઉદ્યોગ પરની મંદી દૂર થઈ જશે અને જૂની ઝગમગાટ ઉદ્યોગમાં  પાછી ફરશે પરંતુ આવું થયું નથી. જેથી, હીરાના વેપારીઓમાં ફરી નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હોંગકોંગમાં ચાલી રહેલા આંદોલનને કારણે નાના ઉદ્યોગો નિર્જીવ બની ગયા છે.

ખાસ કરીને સુરતથી હોંગકોંગ અને ચીનની નિકાસ કરતા પોલિશ્ડ ડાયમંડની ખરીદીમાં બ્રેક લાગી છે. અમેરિકા પછી ચીન અને હોંગકોંગમાં સૌથી વધુ  પોલિશ્ડ ડાયમંડ વેચાય છે. અમેરિકા અને ચીન વચ્ચે પહેલાથી જ એક વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં હોંગકોંગમાં બળવાની આગને કારણે ડબલ ફટકો પડ્યો છે. સુરતથી આશરે 45 ટકા હીરાનો વેપાર ચીન અને હોંગકોંગ સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી હોંગકોંગની અસ્થિરતાને કારણે એરલાઈન્સની સાથોસાથ ઉદ્યોગ પણ ત્યાં બંધ છે, આને કારણે હીરાની નિકાસ 10 થી 20 ટકા થઈ ગઈ છે. એરપોર્ટ પર જ બધો માલ અટકાવી દેવાય છે.

દિવાળી વેકેશન બાદ નાના-મોટા 50 ટકા ફેક્ટરીઓ હીરાની માંગમાં ન હોવાથી હજી શરૂ નથી થઈ. વિતેલા એક વર્ષમાં  મોટી સંખ્યામાં ડાયમંડ કારીગરો બેકાર બની ગયા છે. અને ઘણા કારીગરો બેકાર થવાની કગાર પર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp