સારા ડ્રેસિંગનું કેટલું મહત્ત્વ છે જણાવે છે વેદાંતાના અનિલ અગ્રવાલ

PC: networth.co.in

વેદાન્તાના ફાઉન્ડર અનિલ અગ્રવાલ પોતાના જીવન સાથે જોડાયેલી એવી વાતો કહી રહ્યા હતા કે, યુવાઓ તેનાથી પ્રેરિત થાય. હાલમાં જ તેમણે લંડન સ્ટોક એક્સચેન્જમાં વેદાન્તાની લિસ્ટિંગની વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, લંડન જવાની તૈયારી પરિવારે કઇ રીતે કરી હતી. એક વખત ફરી, તેમણે લિંક્ડઇન પર પોતાની અને પોતાના પરિવાર સાથે જોડાયેલી વાતો કહી હતી.

68 વર્ષના અગ્રવાલે લિંક્ડઇન પર એક મોટી પોસ્ટ લખી છે. તેમણે તેમાં કહ્યું છે કે, કેવી રીતે પોતાની સાત વર્ષની પૌત્રી માહીને સીન્ડ્રેલા વાંચીને સંભળાવતી વખતે તેઓ પોતાના બાળપણની યાદોમાં ખોવાઇ જાય છે. તેમણે મુંબઇમાં પોતાના સંઘર્ષના શરૂઆતી દિવસોનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે, તેમની પૌત્રીને સીન્ડ્રેલાનો એ હિસ્સો ખૂબ પસંદ આવ્યો કે, જ્યારે ફેરી ગોડમધર મેજિક બતાવે છે અને સિન્ડ્રેલાને અલગ રૂપમાં બદલી દે છે. એ પૂછવા પર કે કેમ તે હિસ્સો સૌથી વધુ પસંદ છે, માહી તેનો જવાબ આપતા કહે છે કે, તેનાથી તે જે બનવા માગે તે બની શકે છે.

અગ્રવાલ કહે છે કે, તમારી પાસે એ પાવર છે, જેનાથી તમે પોતાને બદલી શકો છો. તેમણે પોતાના સંઘર્ષના દિવસોનો એક કિસ્સો કહ્યો છે. તેમણે કહ્યું કે, ખરો ‘ડ્રેસ એન્ડ એડ્રેસ’ના મંત્ર પર તેઓ પહેલેથી જ માને છે. ખરા ડ્રેસનો તેમનો મતલબ એ છે કે, આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે, આપણા કપડા હંમેશા સાફ હોય. જરૂરી નથી કે, તે મોઘા જ હોય, પણ ક્રિસ્પ અને ક્લિન હોવાથી તમે બીજાથી અલગ દેખાવા લાગશો.

વેદાન્તાના ફાઉન્ડરે કહ્યું કે, રાઇટ ડ્રેસના મતલબ બે થાય છે. પહેલો કે, લોકેશન અને બીજો એ કે આપણે દરેક વ્યક્તિ સાથે ઉદારતા સાથે વર્તવું જોઇ. જો તમે એવી જગ્યાની નજીક રહો છો, જે ગતિવિધિઓનું કેન્દ્ર છે તો તમારા પર તેની અસર પડે છે.

પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, શરૂઆતી દિવસોમાં તે એવા વ્યક્તિના એવા કપડા પહેરતા હતા કે, જેના જેવા તેઓ બનવા માગતા હતા. તેઓ ઓબેરોયમાં મીટિંગ માટે પૈસા બચાવવા માટે ઘણી વખત ભૂખા પણ રહ્યા છે. ઓબેરોય મોટા ઇનવેસ્ટર્સ માટે લોકપ્રિય જગ્યા હતી. સડક પરના ઇસ્ત્રી વાળા પાસે પોતાના કપડા ઇસ્ત્રી કરાવીને તેઓ ઓબેરોય જતા હતા. તેમણે એ પણ કહ્યું કે, શરૂમાં તેમની પાસે ફક્ત એક સૂટ હતો. એ ગ્રે સૂટ પહેરીને તેમણે ઘણી બધી બિઝનેસ ડીલ કરી હતી.

અગ્રવાલ કહે છે કે, લંડન પહોચ્યા બાદ તેમણે ત્યાંની રીત અપનાવવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, ચોખ્ખા કપડા પહેરવાથી અને દરેક સાથે ઉદારતાથી વાત કરવાના કારણે તેમણે પોતાની શરૂઆતી છબી બનાવવામાં મદદ મળી હતી. તેમણે લખ્યું કે, જ્યારે તેઓ લંડન ગયા તો તેઓ એ વિસ્તારોમાં જ સમય પસાર કરતા હતા કે જ્યાં તેમની મુલાકાત સંભાવિત ઇનવેસ્ટરો અને બેન્કર્સ સાથે થતી હતી. બ્રિટિશ લોકો પોતાના કપડાને લઇને ખૂબ જ વ્યવસ્થિત હોય છે. તેથી તેમણે પોતાને તે જ કલ્ચરમાં ઢાળી દીધા.

પોતાની પોસ્ટની આખરમાં તેમણે કહ્યું કે, જે પણ હોય આપણે મહેનતને પોતાની ફેરી ગોડમધર બનાવવી જોઇએ. બિઝનેસના બોલરૂમમાં હાર્ડ વર્કને પોતાની ફેરી ગોડમધર બનાવો. તમે જે પણ હોવ, તેને બદલવાની જરૂર નથી, પણ મેજિકની જેમ પોતાની અંદરની ઇચ્છાઓને બહાર લાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp