10 વર્ષ પહેલા 100માં જે વસ્તુ મળતી,આજે તે કેટલામા આવે છે?જાણો કેટલી વધી મોંઘવારી

PC: economictimes.indiatimes.com

મોંઘવારી એક સમાન્ય વ્યક્તિ માટે શાપ સમાન છે, જે વ્યક્તિના સામાન્ય જીવનમાં ગ્રહણનું કામ કરે છે. ભારત જેવા દેશમાં મોંઘવારી વધવી એ ખૂબ ચિંતાજનક વિષય છે, કારણ કે હજુ પણ ભારતમાં એક સામાન્ય વ્યક્તિની માસિક કમાણી લગભગ 12,500 રૂપિયાની આસપાસની જ છે. સરકાર પોતે માને છે કે, દેશમાં 80 કરોડથી પણ વધારે લોકો ગરીબ છે, તેથી જ તેમને મફતમાં અનાજ આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે પહેલેથી જ સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઇ છે. હવે મોંઘવારીના કારણે પરિસ્થિત વધુ કફોડી થઇ ગઇ છે. હાલમાં જ સરકારે મોંઘવારી દરને લઇને જે આંકડા રજૂ કર્યા છે, તે કહે છે કે દેશમાં મોંઘવારી દર 8 ટકાની નજીક પહોંચી ગયો છે.

સરકાર અનુસાર, એપ્રિલમાં કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત રીટેલ મોંઘવારીનો દર 7.79 ટકા રહ્યો. મોંઘવારીનો આ દર 8 વર્ષના ઉચ્ચ સત્તરે છે. આ પહેલા મે 2014માં મોંઘવારી દર 8.33 ટકા રહ્યો હતો. મોંઘવારી દર એટલે કોઇપણ સામાન કે સેવાની સમય સાથે વધતી કિંમતો. મોંઘવારી દરને કોઇપણ મહિના કે વર્ષના હિસાબે માપવામાં આવે છે. કોઇ ચીજ થોડાં વર્ષો પહેલા 100 રૂપિયાની મળતી હતી, તે હવે 105 રૂપિયાની મળે છે. આ રીતે ગણતરી કરવામાં આવે તો તેનો વાર્ષિક મોંઘવારી દર 5 ટકા છે એમ કહી શકાય.

મોંઘવારી દર વધવાના કારણે એક મોટું નુકસાન એ છે કે, તેને સમય સાથે રૂપિયાની કિંમતો ઓછી થતી જાય છે. એટલે કે, આજે તમારી પાસે રહેલા 105 રૂપિયાની કિંમત એક વર્ષ પહેલા 100 રૂપિયા હતી. મોંઘવારી દરનું આંકલન હાલ 2012ની બેઝ પ્રાઇસના આધારે કરવામાં આવી રહ્યું છે. તેનાથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે, 2012માં 100 રૂપિયામાં તમે જે વસ્તુ ખરીદી શકતા હતા, આજે એ વસ્તુ ખરીદવામાં તેમને કેટલો ખર્ચ આવે.

2012માં જો તમે 100 રૂપિયામાં કોઇ સામાન ખરીદતા હતા, તે જ સામાન ખરીદવામાં આજે 170.1 રૂપિયા ખર્ચવા પડશે. એક વર્ષ પહેલા તમે 157.8 રૂપિયા ખર્ચ આવતો. અટલે કે, એક વર્ષમાં તે જ સામાનને ખરીદવા માટે તેમને 12.3 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા. જોકે, એક વર્ષમાં જ તમારે એ જ સામાન ખરીદવા માટે 157.8 રૂપિયાની જગ્યા પર 170.1 રૂપિયા ખર્ચ કરવા પડે છે, કારણ કે વાર્ષિક મોંઘવારી દર 7.79 ટકા થઇ ગયો છે.

ભારતમાં મોંઘવારી માપવા માટે બે ઇન્ડેક્સ છે. પહેલો કંઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI અને બીજે છે હોસલેસ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI. CPI દ્વારા રીટેલ મોંઘવારી દર માપી શકાય છે અને WPI દ્વારા છુટક મોંઘવારી દર માપી શકાય છે. સામાન્ય લોકો ગ્રાહક તરીકે જે સામાન ખરીદી છે, તે છુટક બજારમાંથી ખરીદે છે. CPI દ્વારા જાણી શકાય છે કે, છુટક બજારમાં જે સામાન છે, તે કેટલો મોંઘો કે સસ્તો થઇ રહ્યો છે. જ્યારે, કારોબારી કે કંપનીઓ થોક બજારમાંથી સામાન ખરીદે છે. તે WPI દ્વારા જાણી શકાય છે અને થોક બજારમાં સામાનની કિંમતોમાં થનારા બદલાવની જાણકારી મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp