સુરતની ડાયમંડ કંપની 4 મહિના બંધ, 15000 રત્નકલાકારો રઝળી પડ્યા

PC: Khabarchhe.com

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતી ઇમ્પેક્સનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 4 મહિના સુધી ફેકટરી બંધ થવાની અને 15000 કર્મચારીઓને છુટા કરી દેવાની જાહેરાત કરવામા આવી છે. આ ઓડિયો મેસેજને કારણે ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળેલી  વિગત મુજબ મારુતી ઇમ્પેક્સ કંપનીના માલિક સુરેશ લખાણી છે અને તેમની ભાવનગર, લાઠી, બાબરા, વલ્લભીપુર, બોટાદ એમ અનેક જગ્યાએ ફેક્ટરીઓ આવેલી છે અને લગભગ 15000 રત્નકલાકારો કામ કરે છે.

ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર વોચમેન સહિત તમા સ્ટાફને છુટા કરી દેવામાં આવ્યા છેય જ્યાં નોકરી મળે ત્યાં લઇ લેજો એવું કહેવાયું છે.

સુરેશ લખાણીને  લગભગ 2 મહિના પહેલા બ્રેનસ્ટોક આવ્યો હતો અને તેમની મુંબઇમાં સારવાર ચાલી રહી છે એટલે સ્ટાફને છુટા કરાયા છે એમ જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp