પહેલા અંબાણી અને હવે ટાટા, જાણો કોણ છે Nvidia,જેની પાછળ પડી છે દુનિયાભરની કંપનીઓ

PC: economictimes.indiatimes.com

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ AI અને સેમીકંડક્ટર તરફ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સેમીકંડક્ટરની ડિમાંડથી લઈને તેના પ્રોડક્શન પર સતત ભાર આપવામાં આવી રહ્યો છે. દેશની મોટી કંપનીઓએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેનું પરિણામ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાદ હવે ટાટા ગ્રુપે પણ આ તરફ પોતાનું પગલું વધારી દીધું છે.

હાલમાં જ રિલાયન્સે અમેરિકન ચિપ કંપની Nvidia સાથે પાર્ટનરશિપ કરી છે. તો હવે ટાટાની પણ અમેરિકન કંપની Nvidia સાથે વાતચીત ચાલી રહી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, ટાટા ગ્રુપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને લઈને Nvidia સાથે વાત કરી રહ્યું છે. આજે એ કંપની બાબતે જાણીશું જેની પાછળ રિલાયન્સ, ટાટાથી લઈને દુનિયાની તમામ કંપનીઓ પડી છે. રિલાયન્સ ગ્રુપે પોતાના જિયો પ્લેટફોર્મ માટે AI ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે ચિપ મેકિંગ કંપની Nvidia સાથે પાર્ટનરશિપ કરી છે.

આ કંપનીની ચિપ દુનિયાભરમાં ડિમાન્ડ છે. ચીન સહિત દુનિયાભરના દેશોમાં Nvidiaની ચિપની માગ વધી રહી છે. આ કંપનીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી મોટી ટેક કંપનીઓ પણ Nvidia પાસેથી પોતાના માટે ચિપ ખરીદવા માગે છે. આ કંપનીઓમાં Nvidiaની ચિપને લઈને હોડ મચેલી રહે છે. અમેરિકા બહાર પણ આ કંપનીની ભારે માગ છે. અમેરિકા સિવાય સાઉદી અરબ અને UAEની કંપનીઓ પણ ચિપ ખરીદવા માટે ઉત્સુક રહે છે.

માત્ર અમેરિકા કે અરબ દેશ જ નહીં ચીન જે પોતાને ટેક્નિકનો માસ્ટર કહે છે, ત્યાંની કંપનીઓ પણ ચિપ કંપની સાથે ડીલ માટે ઉત્સુક રહે છે. Nvidiaની ચિપની ચીનની કંપનીઓમાં ભારે ડિમાન્ડ છે. ચીનની કંપનીઓ ટેન્સેટ અને અલીબાબા પણ AI ચિપ માટે Nvidiaના દરવાજા પર ઊભી છે. જો કે, અમેરિકા અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે અમેરિકન સરકારે Nvidia સહિત અમેરિકન કંપનીઓને ચીનમાં AI ચિપનો નિકાસ બંધ કરવાનો આદેશ આપ્યો.

કોણ છે Nvidia?

Nvidia અમેરિકન બેઝ્ડ દિગ્ગજ ચિપ કંપની છે. આ કંપનીની શરૂઆત વર્ષ 1993માં થઈ હતી. ભારતમાં આ કંપનીએ વર્ષ 2004થી કારોબાર કરવાની શરૂઆત કરી. આ કંપની ખાસ પ્રકારની ચિપ બનાવે છે. આ ચિપ ઓટોમેટિવ અને મોબાઈલ કમ્પ્યુટિંગ માર્કેટમાં ઉપયોગ થાય છે. ચિપ સિવાય ગેમિંગ ઇન્ડસ્ટ્રી અને પ્રોફેશનલ માર્કેટ માટે આ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ પણ તૈયાર કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના સેક્ટરમાં આ કંપની તેજીથી વધી રહી છે. ભારતમાં કંપનીના 4 એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ સેન્ટર્સ છે, જે ગુરુગ્રામ, હૈદરાબાદ, પૂણે અને બેંગ્લોરમાં છે. ભારતમાં આ કંપનીના 3,800 કર્મચારી કામ કરે છે.

Nvidiaનો પાયો જેનસેન હુઆંગે કરી હતી. તેમનો જન્મ વર્ષ 1963માં તાઇવાનમાં થયો હતો. તાઇવાન અને થાઈલેન્ડમાં બાળપણ વિતાવ્યા બાદ વર્ષ 1973માં તેઓ અમેરિકા જતા રહ્યા. અહીં તેમણે વર્ષ 1993માં પોતાની કંપની Nvidiaની શરૂઆત કરી. તેમણે પોતાના દમ પર Nvidiaને 1.119 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે દુનિયાની છઠ્ઠી કંપની બનાવી દીધી. હુઆંગ 43.2 અબજ ડોલરના નેટવર્થ સાથે દુનિયાના અમીરોની લિસ્ટમાં 27માં નંબર પર છે. AIનું ચલણ વધવાથી ફરી કંપનીના શેરોમાં તેજી આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp