રાજ્યના 18 નાના પોર્ટમાં શું થશે, કેટલું રોકાણ થશે જાણો...

PC: loksatta.com

ગુજરાતના નવમા વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાત સરકારે પોર્ટ સિટી તેમજ પોર્ટ ડેવલપમેન્ટના મોટા મોટા પ્રોજેક્ટ્સ મૂક્યા છે. આ પ્રોજેક્ટ્સમાં વિદેશી મૂડી રોકાણને આકર્ષવામાં આવશે. સરકારને અત્યાર સુધીમાં 45000 કરોડના મૂડી રોકાણની ખાત્રી મળી છે અને અંદાજ છે કે આ મૂડી રોકાણને ડબલ કરવામાં આવે. રાજ્યના મેરીટાઇમ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના નાના બંદરોના વિકાસ માટે 10 હજાર કરોડના ઇન્વેસ્ટેમેન્ટનો અંદાજ રાખવામાં આવ્યો છે. પોર્ટ સિટી માટે 20000 કરોડના રોકાણના કરાર થાય તેવી સંભાવના છે. પોર્ટ ડેવલપમેન્ટમાં જાપાન, દુબઇ, ચાઇના, સિંગાપોર અને ચીનની કંપનીઓએ પૃછા કરી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે ગુજરાતના દરિયાકિનારાના વિકાસ માટે 45000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ સાથે તેમણે રાજ્યના 42 પૈકી 18 પોર્ટને આધુનિક બનાવવામાં આવશે. આ 18 પોર્ટના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડે પ્રોજેક્ટ પ્રોફાઇલ તૈયાર કરી છે. કંડલાને સ્માર્ટ બંદરીય નગરી બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકારનું સપનું છે. આ પોર્ટ કેન્દ્ર સરકાર પાસે છે અને તેનો વહીવટ કેન્દ્ર જ કરે છે ત્યારે તેને પોર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર પીપીપી મોડલનો ઉપયોગ કરે તેવી સંભાવના છે. કંડલામાં 1400 એકર જમીનમાં પોર્ટ સિટી બનાવવામાં આવશે તેવું પોર્ટના એક અધિકારીએ કહ્યું છે.

ગુજરાતના પોર્ટને સાગરમાલા પ્રોજેક્ટ સાથે સાંકળી લેવામાં આવનાર છે તેથી તેનો વિકાસ ઝડપથી થશે. ગુજરાત સરકાર જરૂરી જમીન સંપાદન કરી આપશે. રાજ્યના નાના પોર્ટના વિકાસ માટેની બ્યુપ્રિન્ટ બનાવવામાં આવી છે અને તેને વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો સમક્ષ મૂકવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp