અંબાણી-બિરલાની યોજના પર પાણી ફેરવનાર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકાર કોણ હતા?
દક્ષિણ ગુજરાતની એક મહાન વિભૂતી છે, જેમણે ધીરુભાઇ અંબાણી અને કુમાર મંગલમ બિરલાની યોજના પર પાણી ફેરવી દીધું હતું. એમનું નામ અનિલ નાયક છે અને તેઓ એલ એન્ડટીના ચેરમેન એમિરટ્સ છે.
એલએન્ડટીને એક નાના પાયા પરથી ઉંચાઇએ પહોંચાડનાર અનિલ નાયકે તાજેતરમાં એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વર્ષ 2000ની શરૂઆતમાં ધીરુભાઇ અંબાણી અને કુમાર મંગલમ બિરલા એલ એન્ડટીને હસ્તગત કરવા માંગતા હતા, પરંતુ તેમની સાથે બે વર્ષ લડત આપી અને કર્મચારીઓને સમજાવ્યા કે માલિકી ગુમાવી શકાય નહીં. નાયકે કહ્યું કે આ સમય દરમિયાન મેં ક્યારેય મારા મગજ પરનો કાબુ ગુમાવ્યો નહોતો, હમેંશા હું વિનમ્રતાથી વાત કરતો. આ ગુણ હું મારા પિતા પાસેથી શિખ્યો હતો.
અનિલ નાયકે 54 વર્ષ એલ એન્ડટી સાથે કામ કર્યું, પરંતુ એક પણ દિવસ રજા લીધી નહોતી. તેમનો જન્મ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ચીખલીની વચ્ચે આવેલા એંધલ ગામમાં થયો હતો. તેમણે પગારની રકમના 75 ટકા રકમ દાન કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp