વિશ્વભરના ડાયમંડ ઉદ્યોગકારો માર્ટીન રેપાપોર્ટ સામે કેમ ભડકી ઉઠયા

PC: tosshub.com

વિશ્વભરમાં ડાયમંડના ભાવ જાહેર કરતી રેપાપોર્ટ કંપનીના માર્ટીન રેપાપોર્ટ સામે ડાયમંડ ઉદ્યોગમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે.રેપાપોર્ટ 20 માર્ચે ડાયમંડના ભાવ જાહેર કર્યા તેમાં દરેક કેટેગરીમાં 5થી 9 ટકાનો ઘટાડો જાહેર થતા હીરાઉદ્યોગકારો રેપાપોર્ટ સામે ગુસ્સે થયા છે અને તાત્કાલિક અસરથી ભાવ સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. એના અનુસંધાનમાં માર્ટીન રેપાપોર્ટ મે મહિના સુધી ડાયમંડના ભાવ સસ્પેન્ડ કર્યા છે. માર્ટીન રેપાપોર્ટે એક નિવેદનમાં કહ્યું છે કે 42 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રેપાપોર્ટે ડાયમંડના ભાવ સસ્પેન્ડ કરવાની નોબત ઉભી થઇ છે. આ અગાઉ પણ 2008ની મંદીમાં રેપાપોર્ટનો જબરદસ્ત વિરોધ થયો હતો. લોકોએ માર્ટીન રેપાપોર્ટને મારવા લીધો હતો. છતા સમસ્યા એ છે કે ડાયમંડના ભાવ જાહેર કરવાની વિશ્વભરમાં કોઇની પાસે ક્ષમતા નથી એટલે રેપાપોર્ટના ભાવ પર આધાર રાખવા સિવાય કોઇ છુટકો નથી,

હીરાઉદ્યોગમાંથી જાણવા મળેલી વિગત મુજબ કોવિડ-19 મહામારી વિશ્વભરમાં ફેલાયેલી છે જેને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ડાયમંડનો બિઝનેસ ચીન, અમેરિકા,યુરોપના દેશો સાથે છે જયાં સૌથી વધુ મહામારીની અસર ઉભી થઇ છે.ડાયમંડ ઉદ્યોગની મુશ્કેલી ચાલતી હતી તેમાં રેપાપોર્ટે 20 માર્ચે ડાયમંડના ભાવ જાહેર કર્યા તેમાં 5થી 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો એટલે વિશભરના ડાયમંડ ઉદ્યોગકારો લાલઘુમ થઇ ગયા અને વોટસએપ ગ્રુપ પર માર્ટીનનો વિરોધ શરૂ થયો. મુંબઇ, બેલ્જીયમ વગેરેમાં રહેતા હીરાઉદ્યોગકારોએ માર્ટીન રેપાપોર્ટને ભાવ સસ્પેન્ડ કરવા કહ્યું. આખરે માર્ટીન રેપાપોર્ટે હીરાઉદ્યોગકાર સામે ઝુકી ગયા છે અને મે મહિના સુધી હીરાના ભાવ સસ્પેન્ડ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp