માસ્કનો દંડ વસુલતી સરકાર અદાણી પાસે 1400 કરોડની સ્ટેમ્પ ડ્યુટી કેમ નથી ઉઘરાવતી

PC: ndtv.com

અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો છે. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી, તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે.

મુંદ્રા પોર્ટની સ્ટેમ્પ ડ્યુટી બાકી

એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા મુંદ્રા બંદરની રૂપિયા 1400 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ગુજરાત સરકારને આપી નથી તે અંગે ગુજરાત વડી અદાલતમાં 2017માં દાવો કરાયો હતો. જેની વસૂલાત રૂપાણીએ હજુ સુધી કરી નથી. પણ ગયા નાણાકીય વર્ષમાં આખા ગુજરાતમાંથી રૂપિયા 350 કરોડ જેવી રકમ કોરોનાના દંડ પેટે ઉઘરાવી છે. તેની સામે અદાણીને રૂ.1400 કરોડ ભરવા એક નોટિસ પણ ભાજપના નેતાઓ આપી શક્યા નથી. 

2007થી રકમ બાકી

ગૌતમ અદાણી દ્વારા વર્ષ 2007થી 2017 સુધી સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી નથી. અગાઉ ગૌતમ અદાણીને વડી અદાલત દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે બાકી નીકળી રહેલી રકમ ભરી દેવી. ભાજપ સરકાર દ્વારા 2017 બાદ આજ સુધી આ મુદ્દે એફિડેવિટ આપવામાં આવી નથી. વિજય રૂપાણીની સરકાર સામે ગંભીર સવાલ ઊભા થાય છે. 2017માં રૂપાણી સરકારે સોગંદનામું વડી અદાવતને આપવાનું હતું જે આપ્યું નથી.ભાજપની સરકાર દ્વારા આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

વકીલ જૈમિની પટેલની લડત

લોકહિતની અરજી કરનારા તરફથી વકીલ જૈમિની બેન પટેલ છે. 2017માં અરજદાર સંજય બાપત દ્વારા અરજી કરવામાં આવી હતી. સેઝ એક્ટમાં સ્પષ્ટ છે કે, ટેક્સ ભરવાનો રહે જ છે. કોરોનામાં સીએમ અને પીએમ કેરેસ ફંડના નામે દેશ-વિદેશના લોકો પાસેથી અબજો રૂપિયા લેવામાં આવ્યા છે. પરંતુ મોદી અને રૂપાણીના પ્રિય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં નિષ્ફળ ગઈ છે.

લોકડાઉન છતાં બંદર બંધ ન રહ્યું

લોકડાઉનમાં મુંબઈ, ગુજરાત અને દેશના ઘણા બંદરો બંધ હતા. ત્યારે પણ કચ્છમાં અદાણીનું મુંદ્રા બંદર એક દિવસ પણ બંધ રહ્યું ન હતું. જેના કારણે અદાણી બંદર પર રેકોર્ડ લોડિંગ-અનલોડિંગ થઈ રહ્યું છે. જંગી આવક થઈ હતી. ગૌતમ અદાણીને સરકારની દયાથી જ આપત્તિમાં તક મળી છે. લોકડાઉનમાં અદાણી બંદર કાર્યરત હોવાની ફરિયાદ કરતી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.લોકડાઉનમાં નાના અને મધ્યમ વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દંડ રૂપે કરોડો રૂપિયા લીધા છે. પરંતુ આ સરકારે તેમના મનપસંદ ઉદ્યોગપતિને ચાર હાથથી પૈસા વહેંચવાનું કામ કર્યું છે.

1980ના દાયકામાં જીન્સ ના વેપારી ગૌતમ અદાણી એ આજે 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ' બની ગયા છે. 1988થી 2019 સુધીમાં અદાણીની કુલ સંપતિ 11.5 અબજ ડોલર થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp