મોદી જેમાં બેસવાના છે તે રો-રો ફેરી સર્વિસમાં 30 વર્ષ જૂની બોટ મૂકી દેવાઈ

PC: khabarchhe.com

ઘોઘા અને દહેજ વચ્ચે મુસાફરોને લઈ જતી બોટ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં બે બોટ મૂકવામાં આવી છે. જેમાં એક બોટ તો 30 વર્ષ જૂની છે. આ બોટનું નામ આઈલેન્ડ જેટ છે. જે સિંગાપોરની છે અને 1987માં બની છે. 280 લોકોને લઈ જઈ શકે તેવી ક્ષમતા છે. તેની ઝડપ 10 નોટિકલ માઈલ છે. બે મીટર પાણી હશે ત્યાં સુધી તે આવી શકે છે. બીજી જય સોફિયા બોટ 2012માં બની છે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ 14 ઓક્ટોબરે 30 વર્ષ જૂની બોટમાં ઘોઘાથી દહેજ એક ફેરો કરી આવ્યા છે. ભલે 30 વર્ષ જૂની બોટ હોય પણ તે સારી ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 22 તારીખે ઉદઘાટન કરવાના છે ત્યારે આઈલેન્ડ બોટમાં બેસવાના છે અને દરિયાના સામે કાંઠે જવાના છે. 5થી 10 નોટિકલ માઈલ ઝડપ કહેવામાં આવે છે, પણ જ્યારે દરિયામાં સામા કરંટે તે ઘટીને માંડ 1.50 નોટિકલ માઈલ થઈ જાય છે. હાલ સામાન્ય દરિયો છે છતાં પણ બોટને તકલીફ પડી હતી. ચોમાસામાં તો તે તકલીફ વધવાની છે. નામ રોરો ફેરી સર્વિસનું આપવામાં આવ્યું છે. પણ તે એક બોટ જ છે. ગુજરાતના બે લાખ માછીમાર પોતે જે રીતે હોડીનો ઉપયોગ કરે છે તે રીતે જ આ ઉપયોગ છે. પોરબંદર અને મુંબઈ વચ્ચે પણ આવી બોટ ચાલે છે.

સદીઓથી આવી બોટ ચાલતી આવી છે. પણ જ્યારે મુસાફરોના વાહનો સાથે લઈ જવાનું શરૂ થશે ત્યારે જ તે ખરા અર્થમાં રોરો ફેરી સર્વિસ કહેવાશે. જેને હજુ વર્ષો લાગી જવાના છે. પહેલા આજે એટલે કે 17મી ઓક્ટોબરે ઉદઘાટન થવાનું હતું પણ કોન્ટ્રાક્ટરે સમયસર કામ પૂરું ન કરતાં હવે 22મીએ થશે. 2012માં આ યોજનાનું ખાત મૂહૂર્ત મોદીએ કર્યું હતું. પાંચ વર્ષ થયા છતાં પણ હજુ તે યોજના પુરી થઈ નથી. 70 મહિના થયા છતાં ઘોઘા ખાતે લિંક સ્પાન સ્થાપિત કરી શકાયા નથી. તેથી મુસાફરોએ 100 મીટર ચાલીને જવું પડશે. પ્રોજેક્ટ પુરો થયો ન હોવાથી બોટ સુધી પહોંચવા માટે વોક વે બનાવવો પડ્યો છે.

ઘોઘાથી દહેજ પહોંચવામાં 50 મીનીટ લાગશે. જો દરિયો અનુકુળ નહીં હોય તો તે પાંચ કલાક પણ લેશે. ગમે તેમ પણ બોટનું ભાડું શું હશે તે પણ સરકારે હજુ નક્કી નથી કર્યું. તેથી એવું અનુમાન છે કે, બોટનું ભાડું ઘણું ઊંચું રહેશે. જે સામાન્ય લોકોને પરવડશે નહીં અને તેથી તે મોટર માર્ગે જવાનું પસંદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp