અમેરિકાએ ચીન સાથે વધુ સારા વેપાર માટે નક્કી કરી કંઇક આવી શરતો

PC: StarHub

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે જી-20 શિખર સમ્મેલનથી થનાર બેઠક પહેલા વ્હાઇટ હાઉસે ચીનની સાથે કોઇ પણ વેપાર સોદા માટે મંગળવારે ચાર શરતો નિર્ધારિત કરી. ટ્રંપની મુખ્ય આર્થિક સલાહકારક લૈરી કુડલોએ વ્હાઇટ હાઉસમાં પોતાના સંવાદદાતાઓને જણાવ્યુ કે, હું તે વાત અંગે બોલવા માંગું છું. જે રાષ્ટ્રપતિએ થોડા સમય પહેલા જ અમને જણાવી. તેમનો વિચાર છે કે કરાર થવાની સારી સંભાવના છે. અને તે તેના માટે તૈયાર છે.

કુડલોના જણાવ્યા અનુસાર નિષ્પક્ષતા અને પારદર્શીતાની વાત અમે ઘણી વાર કરી ચૂક્યા છે. જે માટે કેટલીક શરતોને પૂર્ણ કરવી જરૂરી છે. ઉદાહરણ તરીકે બૌધ્ધિક સંપદાની ચોરી અંગેના મુદ્દાનો પહેલા નિકાલ લાવવો જરૂરી છે. ફરજિયાત પણે ટેક વ્યવહારો અંગેના હસ્તાંતરણનો નિકાલ લાવવો જોઇએ, મહત્વપૂર્ણ ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને દૂર કરવામાં આવવું જોઇએ. માલિકીપણા હકના મુદ્દા અંગે પણ સમાધાન કરવામાં આવવું જોઇએ. આ જાહેરત પહેલા કુડલો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ટ્રંપ સાથે મુલાકાત કરી જી-20 સમ્મેલન ના વિભીન્ન પડાવ પર ચર્ચા કરી. તેમણે જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ તેના તે જ વલણનું પુનરાવર્તન કરી શકે છે. તે તેવું વિશ્વ ઇચ્છે છે જ્યાં કોઇ ટેરિફ ન હયો. નોન ટેરિફ અવરોધ હટાવવામાં આવે અને કોઇ પણ સબસીડી ન હોય.

હવે શું તે આ તમામ વસ્તુ કરી શકે છે. તે તો પછી ખ્યાલ આવશે. પરંતુ આ રાષ્ટ્રપતિનો વિચાર છે જેમકે અમે તમને પહેલા જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ અમારી અર્થવ્યવસ્થા અત્યંત મજબૂત છે. ગત વર્ષે તે ત્રણ ટકા વધી છે. બીજા ક્વાર્ટરમાં તે 4.2 ટકા રહ્યો, ત્રીજા ક્વાર્ટરમાં 3.5 ટકા રહી અને તે આગળ વધી, અમારી સ્થીતી ઘણી સારી છે. જ્યારેકે ચીનની અર્થવ્યવસ્થાની સ્થિતી જરા પણ સારી નથી. જોકે તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો ટ્રમ્પ પ્રશાશન દ્વારા તૈયાર શરતો માનવામાં ન આવી તો ટ્રંપ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તે પોતાની શૂલ્કનીતી પર કાયમ રહેશે. ખરેખર અમેરીકાએ 200 અબજ ડોલરના ચીની સામાનની આયાત શૂલ્ક હાલના 10 ટકાથી વધારીને 25 ટકા કરવા અંગેનો સંકેત આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp