અમદાવાદમાં ભાજપ શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે

PC: webdunia.com

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે.

અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો આપ્યા હતા.

દર વર્ષે શાસક ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રૂ.400થી 1000 કરોડના કામોની જાહેરાત કરી દે છે.

ભાજપાએ 2006-7માં રૂ.1700 કરોડનું અંદાજપત્ર બનાવ્યું પણ કદ ઘટાડી રૂ.1250 કરોડ કરવામાં આવ્યું હતું. પણ ખરેખર કામ તો રૂ.1140 કરોડના થયા હતા. જેમાં 10 ટકા અધિકારીઓ અને 10 ટકા રાજકીય વ્યક્તિઓનું કટકી કૌભાંડ હોય છે.

પાણી, ડ્રેનેજ, આરોગ્ય, લાઈટ, જાહેર પરિવહન, ટ્રાફિક, શિક્ષણ, સ્વચ્છતા આપી શકતાં નથી. અમદાવાદ ધૂળિયુ બની ગયું છે. નાગરિકો તૂટેલા રોડ, વરસાદી પાણીનો ભરાવો, અંધારપટ, રોગચાળો, પ્રદૂષિત પાણી, ગટરના પાણી ઉભરાવવા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે.

2008-09માં ઈસનપુર અને સૈજપુર તળાવના વિકાસ માટે રૂ.11.45 કરોડ ફાળવ્યા હતા. શું થયું ? સાબરમતી પાવર હાઉસથી હવાઈ મથકને જોડતો રિવરસ નદી પર પૂલ બનાવવા માટે રૂ.10 કોરડ ફાળવ્યા હતા. કંઈ ન કર્યું .

સાબરમતી નદી શુદ્ધિકરણ માટે પણ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.5 હજાર કરોડ ફાળવેલાં છે શુદ્ધિકરણના નામે શૂન્ય છે.

2005થી 2019 સુધીમાં અમદાવાદમાં મૂવિંગ ટાવર, નાઈટ સફારી, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો વિકાસ, પૂર્વ વિસ્તારમાં એક હજાર બેડની  હોસ્પિટલ, શાહીબાગ અન્ડરપાસમાં વધારાની પાંખ, ચીમન પટેલ બ્રિજમાં વધારાની પાંખ, લાલ દરવાજા ટર્મિનસ ડેવલોપમેન્ટ, ઓનલાઈન ક્વોલિટી મીટર, નહેરુનગર થ્રી લેયર, જલારામ મંદિર પાસે થ્રી લેયર ફ્લાય ઓવર, પાંજરાપોળ-સીએન. વિદ્યાલય ફ્લાય ઓવર, સિટી પીકનિક પોઈન્ટ, વીજળીઘરથી કાલુપુર એલિવેટેડ કોરીડોર, ડિઝાઈન સેલની રચના, પાંચ ફૂટ ઓવર બ્રિજ સહિતની અનેક જાહેરાતો ભાજપે કરી હતી. એક પણ ન થયું.

30 વર્ષમાં ભાજપે પ્રજાને આપેલા રૂ.20 હજાર કરોડના કામો કર્યા નથી. માત્ર ચૂંટણી જીતવા માટે અમદાવાદની પ્રજાને હવાઈ વાતોથી બનાવી છે.અહીંથી ભાજપ માટે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ જાય છે પણ અમદાવાદને રહેવા લાયક શહેર બનાવી શક્યા નથી. એમ લોકો સ્પષ્ટ પણે માની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp