ગુજરાતના ત્રણ બંદરોથી 13 જિલ્લાના વિકાસની બ્લ્યુ પ્રિન્ટ

PC: livemint.com

ગુજરાત સરકારે રાજ્યના ત્રણ બંદરો પર ધ્યાન કેન્દ્રીત કરી 100 ટકા નિકાસ અને એક લાખથી વધુને રોજગારીનું લક્ષ્ય પાર પાડવા વિભાગને સૂચના આપી છે. આ ત્રણ બંદરોના કારણે રાજ્યના 13 જિલ્લાઓનો ઔદ્યોગિક વિકાસ થશે.

કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના ત્રણ કોસ્ટલ ઇકોનોમિક ઝોને મંજૂરી આપી છે. આ ઝોનમાં અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સંભવિત રીતે સમાવેશ થશે. બંદર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં સરકાર ઘણી આગળ વધી રહી છે અને તેમાં પીપીપી તેમજ પ્રાઇવેટ પ્લેયરોને ડેવલપ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ત્રણ સહિત દેશના વિવિધ રાજ્યોમાં આવેલા બંદરોના વિકાસનો પ્લાન બનાવવામાં આવ્યો છે. સરકારે 2035 સુધીની નિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને દેશના 12 બંદરોને તૈયાર કરવાનો માસ્ટરપ્લાન બનાવ્યો છે. જો આ મહત્વાકાંક્ષી યોજના સમયસર અને અસરકારક રીતે પાર પડશે તો સૌરાષ્ટ્રની સૂરત બદલાઈ જશે.

ભારત સરકાર દ્વારા અલંગ શિપ બ્રેકીંગ યાર્ડને ઇકો ફ્રેન્ડલી ગ્રીનપાર્ક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પોરબંદર પાસે કોસ્ટલ કાર્ગો અને પેસેન્જર સર્વિસ વધારવાનું પણ કેન્દ્રએ નક્કી કર્યું છે.

નવલખી બંદરના વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ બંદરોનીઆસપાસ કોસ્ટલ ઈકોનોમિક ઝોન  વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કંડલા/મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં પેટ્રોકેમિલ્સ, સિમેન્ટઅને ફર્નીચર ઈન્ડસ્ટ્રી, પીપાવાવ અને સિક્કા પોર્ટ વિસ્તારમાં એપેરેલ અનેઓટોમોટીવ ઈન્ડસ્ટ્રી, જ્યારે દહેજ/હજીરા પોર્ટ વિસ્તારમાં મરીન ક્લસ્ટર બેઝકોસ્ટલ ઇકોનોમિક ઝોન વિકસાવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp