બૂલેટ ટ્રેન જમીનોના ભાગલા કરી નાખશે

PC: indianeagle.com

બૂલેટ ટ્રેન જ્યાંથી પસાર થશે તેના બ્રિજ નીચેથી કોઈને પસાર થવા દેવાનો હક્ક આપવામાં નહીં આવે. બૂલેટ ટ્રેન માટે શરૂ થયેલા સરવેમાં આ બાબત બહાર આવતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ગામ લોકો સરકાર પાસેથી બૂલેટ ટ્રેન અંગેની વિગતો માંગી રહ્યાં છે. પણ સરકાર આપતી નથી. તેનો રૂટ ક્યાંથી પસાર થશે તે પણ સરકાર કોઈ જવાબ આપતી ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.

ટ્રેન અંગે સરવે કરવા માટે ખાનગી કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી માટે નવસારી આસપાસના ગામોમાં ખાનગી કંપનીએ સરવે કરતાં તેમની સમક્ષ ગામ લોકોએ કેટલીક રજૂઆત કરી છે. જેમાં ગણેશ સીસોદ્રા ગામના સરપંચ હર્ષદ દેસાઈ સહિતના લોકોએ અધિકારીઓ સમક્ષ એવી માંગણી કરી હતી કે, એલીવેટેડ ટ્રેક બન્ને બાજુથી બંધ રહેવાનો છે તો ખેડૂતોને એક બાજુથી બીજી બાજુ જવા માટે અંદર બ્રિજ બનાવી આપવા પડશે. ખેતર માટે ભવિષ્યમાં બિન ખેતી માટેની મંજૂરી મળવી જોઈએ.

વીજ વાયર લઈ જતાં બે ટાવર વચ્ચે ભૂગર્ભમાં કેબલ નાંખવા માટે ખેડૂતો પાસેથી વે ઓફ રાઈટ લેવા જરૂરી છે. કેબલથી જમીન કાયમી રીતે ખેડૂતો પાસેથી જતી રહેશે. તેથી તેનું નુકસાન બૂલેટ ટ્રેન કંપનીએ ચૂકવવું જોઈએ. હજારો ખેડૂતોની જમીનના બે ટૂકડા થઈ જશે અને જમીન રેલવે પાસે જતી રહીશે તેથી બચી જતા નાના ટુકડાનું બજાર ભાવે વળતર સરકારે આપવું જોઈએ એવી અનેક રજૂઆતો કરીને બૂલેટ ટ્રેન માટે જાહેર સ્પષ્ટતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી માંગી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp