26th January selfie contest

હજુ 5 દિવસ પહેલા PM મોદીએ ઉદ્ઘાટન કર્યું તે બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર ગાબડા

PC: aajtak.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હજુ 5 દિવસ પહેલાં જ ખુલ્લાં મુકેલા બુંદેલખંડ એક્સ્પ્રેસ વે પર વરસાદને કારણે ગાબડાં પડી જતા રાજકારણ ગરમાયું છે. આ એક્રસપ્રેસ વેની મજુબતાઇ માટે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા એટલે વિરોધ પક્ષને બોલવાનો મોકો મળી ગયો છે. સમાજવાદી પાર્ટીએ તુટેલા રસ્તાનો વીડિયો વાયરલ કર્યો છે.

બુંદેલખંડ એક્સપ્રેસ વે શરૂ થયાને પાંચ દિવસ પણ થયા નથી કે તમામ દાવાઓનો પર્દાફાશ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈના દિવસે ઉત્તર પ્રદેશના જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. લોન્ચિંગ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુંદેલખંડ એક્સપ્રેસ વે મજબૂતાઈનું ઉદાહરણ બની જશે, પરંતુ થોડા વરસાદે મજબૂતાઈના દાવાની હવા કાઢી નાંખી હતી.

દેશના મોટા એન્જિનિયરોએ બુંદેલખંડ એક્સપ્રેસવેની મજબૂતાઈને ખૂબ જ નજીકથી ધ્યાનમાં રાખીને બનાવ્યો, પરંતુ પહેલા વરસાદે બુંદેલખંડ એક્સપ્રેસ વેની મજબૂતાઈનો પર્દાફાશ કર્યો. જાલૌનમાં એક જગ્યાએ રસ્તો તૂટી ગયો છે. તેનો વીડિયો સામે આવતાની સાથે જ સમાજવાદી પાર્ટીને સરકાર પર હુમલો કરવાનો મોકો મળી ગયો છે.

સમાજવાદી પાર્ટી એ વિડિયો ટ્વીટ કરીને કહ્યું કે, વરસાદે અધૂરા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો પર્દાફાશ કર્યો છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલો બુંદેલખંડ એક્સપ્રેસ વે વરસાદમાં ગરકાવ થઈ ગયો. અધૂરા એક્સપ્રેસ વેને બુંદેલખંડીઓ માટે ભેટ ગણાવનાર ભાજપ સરકાર જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. પ્રચાર કરતી સરકારને શરમ આવે.

તો બીજી તરફ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું,આ બીજેપીન  અડધા- અધૂરા વિકાસની ગુણવત્તાનો નમૂનો છે. એક તરફ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદઘાટન મોટા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું  તો બીજી તરફ એક અઠવાડિયામાં જ મોટા ખાડાઓ પડી ગયા છે. આ તો સારું છે કે આના પર રનવે બનાવવામાં આવ્યો ન હતો.

બુંદેલખંડ એક્સપ્રેસ વેના 195 કિલોમીટરના પોલ પાસે બુધવારે રાત્રે ભારે વરસાદમાં એક્સપ્રેસ વેનો કેટલોક રસ્તો તૂટી પડ્યો હતો. રાત્રે જ, બુંદેલખંડ એક્સપ્રેસવેની એક્ઝિક્યુટિવ બોડી UPIEDA એ રસ્તાનું સમારકામ શરૂ કરી દીધું હતુ,ગુરુવારે સવારે પણ રિપેરિંગ કામ ચાલુ હતું. હાલમાં રોડ તૂટી જતાં કોઇ અધિકારી બોલવાનું ટાળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ પણ ટવીટ કરીને કહ્યું છે કે , રેવડીની જેમ, જ્યારે એક્સપ્રેસ-વેના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ત્યારે વિકાસ તેના જન્મના 4 દિવસની અંદર મૃત્યુ પામે છે.ટાઈટેનિક જહાજના બનાવનારાઓ દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, તે જહાજ પ્રથમ સફરમાં ડૂબી ગયું હતું,  PM મોદી-યોગી દ્વારા બનાવવામાં આવેલા બુંદેલખંડ એક્સપ્રેસવેનું પણ એવું જ થયું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp