મુન્દ્રા અદાણી હવાઈ મથક માટે ફરી વિવાદ

PC: Youtube.com

ગુજરાતની વડી અદાલત દ્વારા કચ્છના મુન્દ્રા સેઝ (ખાસ ઔદ્યોગિક વિસ્તાર)માં પગડિયા માછીમારો માટે રસ્તો મૂકવાનું સમાધાન થયું હોવા છતાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનાવવાના નામે ફરીથી ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવતાં રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે, અદાણી જૂથના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનાવવા માટે પર્યાવરણની મંજૂરી આપવામાં ન આપે. જેના પગલે ગુજરાત સરકાર તપાસ કરીને હવે પગલાં ભરવા પડે એવી સ્થિતી ઊભી થઈ છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરીને અન્યાય નિર્મૂલન સમિતિએ લેખિત વાંધો ઉઠાવ્યો છે, કે માછીમાર સાથે સમાધાન થયું હોવા છતાં અદાણી દ્વારા સામાન્ય લોકોને આવવા જવા માટેનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સમિતિએ ગાંધીનગર GPCBની કચેરીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કલેક્ટરના આદેશ મુજબ CRZ કે અન્ય સત્તામંડળની મંજૂરી મેળવ્યા બાદ હવાઈ પટ્ટી બનાવી શકશે પણ આવી કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તેથી મુન્દ્રામાં પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કાયદાઓનો ભંગ કરીને હવાઈ પટ્ટી બનાવવામાં આવી રહી છે.

જ્યાં હવાઈ મથક બનવાનું છે તે વિસ્તારની આસપાસના લુણી, ગોયરસમાં, બરોઈ, શેખડીયા ગામના લોકોની ગૌચરની જમીન પશુ માટે ચરીયાણ રાખવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ આ ગામના લોકો કરી રહ્યાં છે. પાંચ હજાર જેટલા પશુઓને સીધી અસર થશે. 2007મા પણ આવું જ થયું હતું. ત્યારે હવાઈ પટ્ટી બનાવવા માટે લુણી અને શેખડીયા ગામના પગડિયા માછીમારોનાં રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતની વડી અદાલતમાં ગામ લોકોએ કેસ કર્યો હતો, જેમાં અદાણી કંપનીએ સમાધાન કરીને રસ્તો ખૂલ્લો કરી આપવા માટે લેખિતમાં કહ્યું હતું. હવાઈ પટ્ટીની દિવાલની બાજુમાંથી નવો રસ્તો કરી આપવા માટે સમાધાન થયું હતું.

હવે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવતાં રસ્તો ફરી એક વખત બંધ કરી દઈને માછીમારોની આજીવિકા બંધ થઈ રહી છે. સરકારમાં જે નક્શા રજૂ કરાયા છે તેમાં આ રસ્તો બતાવવામાં આવેલો છે પણ સ્થળ પર આવું નથી. અગાઉ સુનિતા નારાયણ સમિતિએ મુન્દ્રા માટે એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી સ્થાનિક લોકો પરની અસર અંગે અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી નવી યોજનાઓને મંજૂરી આપવી નહીં. હવાઈ મથક જ નહીં પણ બીજી આવી યોજનાઓ આવી રહી છે. તેથી હવે રાજ્ય સરકારે આ યોજના અંગે લોકોના હિતમાં નિર્ણય લેવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp