ગુજરાતમાં આ જગ્યાએ શૌચાલય બનાવવામાં થઈ 5 કરોડની ગરબડ

PC: patrika.com

દાહોદના ગરબાડા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શૌચાલય પ્રોજેક્ટનો અમલ કરવા માટે મસ મોટું કૌભાંડ અધિકારીઓ અને કેટલાક રાજકીય નેતા કરી ગયા છે. સંજય રોઝ નામના બ્લોક કોર્ડીનેટર અધિકારીએ 32 ગામમાં શૌચાલય બનાવવા માટે રૂ.4.89 કરોડ ચૂકવી દીધા હોવાનું તાલુકા પંચાયતમાં જણાવી દીધું હતું. પણ નાણાં ન મળ્યા હોવાની વારંવાર ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આવતી હતી તેથી તપાસ કરતાં જ્યાં શૌચાલય બનાવવાના હતા ત્યાં શૌચાલય બન્યા જ નથી. જે નાણાં આપ્યા હોવાનું કહેવામાં આવે છે ત્યાં ખરેખર તો નાણાં પહોંચ્યા નથી તેથી શૌચાલય માત્ર કાગળ પર બન્યા હોવાનું સ્પષ્ટ થતાં તેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગરીબ લોકોને માટે આ શૌચાલય બનવાના હતા. 32 ગામના કૂલ 3926 લોકોને ત્યાં શૌચાલય ન હોવાથી તેમને ત્યાં તે બનાવવાના હતા. જેના વાઉચર પણ બન્યા ન હતા. તેથી નવા અધિકારીની નિમણૂક કરી ત્યારે આ મોટો ગોટાળો નીકળ્યો છે. હજુ બીજા ગોટાળા નીકળી શકે છે. માત્ર ગરબાડાની જ આ ગરબડ છે એવું નથી. અમદાવાદ જિલ્લામાં પણ અનેક ગામ એવા છે કે જેને 100 ટકા શૌચાલય સાથેના ગામ જાહેર કરાયા છે. ત્યાં એવા અનેક ગામ છે કે જ્યાં શૌચાલય બન્યા નથી અને શૌચાલય સાથેના ગામ જાહેર કરી દેવાયા છે. સમગ્ર રાજ્યમાં આ અંગે તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp