અટલ ટનલમાં આ વાહનોને નહીં મળે પ્રવેશ અને રોજ 2 કલાક માટે આ કારણે બંધ રહેશે

PC: c.ndtvimg.com

મનાલીથી લેહ વચ્ચે તૈયાર થયેલી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ અટલ ટનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ પ્રસંગ બાદ અટલ ટનલ સામાન્ય પ્રજા માટે ખોલી દેવામાં આવી હતી. શનિવારે સાંજે 150 જેટલા વાહનોમાં પ્રવાસીઓએ અટલ ટનલને અંદરથી નિહાળી હતી. જ્યારે લાહુલ આવતા-જતા 200 જેટલા વાહનો ટનલમાંથી પસાર થયા હતા.

રવિવાર હોવાને કારણે ટનલ જોવા આવતા લોકોની સંખ્યા ખૂબ વધારે રહી હતી. મોટાભાગના લોકો અટલ ટનલના સામા છેડે નોર્થ પોર્ટલથી પરત આવી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો વાયા રોહતાંગ થઈને મનાલી પરત ફર્યા હતા. તમામ વાહનો માટે અટલ ટનલ ખોલી દેવામાં આવી છે. પણ પેટ્રોલ અને ડીઝલથી ભરેલા ટેન્કર વ્હીકલ્સ માટે હાલ આ ટનલમાંથી પસાર થવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ પેટ્રોલ-ડીઝલ વ્હીકલ્સ અટલ ટનલમાંથી પસાર થઈ શકશે નહીં.

ઈમરજન્સી સ્થિતિમાં ટેન્કર BRO પાસેથી મંજૂરી લઈને ટનલમાંથી પસાર થઈ શકે છે. ટનલનું વ્યવસ્થિત સંચાલન થાય અને મેઈટેનન્સ જળવાય એ માટે દિવસમાં બે વખત ટ્રાફિકને રોકી દેવામાં આવશે. એટલે બે વખત વાહનનો અંદરથી પસાર થઈ શકશે નહીં. સવારે 9થી 10 વાગ્યા સુધી અને સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી અટલ ટનલની અંદર વાહનોને જવાની મંજૂરી આપવામાં નહીં આવે. ટનલની અંદર પ્રવેશતા કે બહાર નીકળતા દરેક વાહનો પર પોલીસની બાજ નજર રહેશે. ટનલના બંને છેડે પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે.

ટ્રાફિકના નિયમો તોડશે એની સામે કડક કાર્યવાહી થશે. ટનમાં પણ ટ્રાફિક નિયમ તૂટ્યો તો સામે છેડે રહેલી પોલીસ ઓન ધ સ્પોટ પગલાં લેશે. ટનલની અંદર કોઈ પ્રકારના વાહનોને રોકી શકાશે નહીં. વાહન પાર્ક કરી શકાશે નહીં. BRO અટલ ટનલ પ્રોજેક્ટના ઈજનેર કેપી પુરસોથમને જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ટેન્કર વ્હીકલ્સને મંજૂરી વગર આ ટનલમાં કોઈ રીતે પ્રવેશ નહીં મળે. ઈમરજન્સીની સ્થિતમાં BRO પાસેથી ખાસ પ્રકારની મંજૂરી લઈને અંદર જઈ શકશે.આ માટે BRO ખાસ પ્રકારની એક ગાઈડલાઈન્સ તૈયાર કરશે. જેનું પાલન કરવાનું રહેશે. આ ટનલનો સૌથી વધારે ફાયદો સૈન્યના વાહનોને થશે. રસ્તો સારો અને ટનલ બની જતા ઝડપથી જે તે પોઈન્ટ પર પહોંચી શકાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp