ગુજરાતમાં જળ પરિવહન: કેન્દ્રના આદેશ બાદ CM રૂપાણીએ શું કર્યું, જાણીને ચોંકી જશો

PC: khabarchhe.com

ગુજરાત સહિત સમગ્ર દેશના રાજ્યોમાં જળ પરિવહનનો વિકલ્પ શોધવા માટે કેન્દ્રીય મંત્રાલયે આદેશ કર્યા પછી ગુજરાતની સ્થિતિ બદલાઇ નથી. ત્રણ વર્ષના વિલંબ પછી પણ રાજ્ય સરકાર તરફથી કોઇ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. રાજ્યમાં જળ પરિવહન માટેની વિપુલ તકો હોવા છતાં રાજ્ય સરકારે કોઇ ચોક્કસ નીતિ બનાવી નહીં હોવાથી કેન્દ્રીય મંત્રાલયે ગુજરાતને ફરીથી આદેશ કર્યો છે.

ભારતની મુખ્ય નદીઓ સહિત ગુજરાતની પાંચ નદીઓમાં જળ પરિવહન શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જો આ નિર્ણય સાકાર થાય તો ગુજરાતની મુસાફર જનતા હવે હાઇ-વેની જેમ નદીમાં મુસાફરી કરીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઇ શકશે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ માર્ગો પરનું ટ્રાફિક ઘટાડવાનો છે.

કેન્દ્ર સરકારે રિવર ઇન્ટર લિંકઅપ પ્રોજેક્ટ હેઠળ જળમાર્ગ બનાવવાનું નક્કી કર્યું છે. ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રમોશન એક્ટ પાર્લામેન્ટમાં પસાર થઇ ગયો છે. ગુજરાતમાં નર્મદાતાપીઅંબિકાઓરંગા અને પૂર્ણા જેવી બારમાસી નદીઓમાં પેસેન્જર અને માલવાહક જહાજો ચલાવવાના આ પાયલોટ પ્રોજેક્ટને ગુજરાત મેરીટાઇમ બોર્ડે તૈયાર કરવાનો થતો હતો. આ નદીઓમાં સાબરમતી નદીને પણ લેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

બંદર અને વાહનવ્યવહાર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ''ગુજરાતમાં જેમ બંદરોએસટી ડેપોના બસ સ્ટેન્ડટોલ રોડ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ- પીપીપી અને બિલ્ડઓપરેટ અને ટ્રાન્સફર એટલે કે -બુટ-સિસ્ટમથી ડેવલપ કરવામાં આવ્યા છે તે તર્જ ઉપર નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજનું ટ્રાન્સપોર્ટેશન ડેવલપ થશે. કેન્દ્રની સૂચનાથી વિભાગ તરફથી તેની દરખાસ્ત નાણા વિભાગને મોકલી આપવામાં આવી છેપરંતુ તેમાં હજી સુધી કોઇ નક્કર કામ થયું નથી.

ગુજરાતમાં નદીઓના જળમાર્ગોને નર્મદા કેનાલના નેટવર્ક સાથે પણ જોડી શકાય તેમ છે. કલ્પસર પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીક આવશે. આ બંન્ને ક્ષેત્રોની કનેક્ટીવિટીથી જમીન અને રેલમાર્ગ ઉપરનું ભારણ ઘટશે. તેના માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડને નવેસરથી પ્રિફિજિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે પરંતુ મેરીટાઇમ બોર્ડને તેના બંદર ડેવલપમેન્ટ અને રો-રો ફેરી સર્વિસના કામમાંથી ફુરસદ મળતી નથી.

ગુજરાત મેરીટાઈમ બોર્ડે વર્ષ 1981 અને ત્યારપછીના વર્ષોમાં નર્મદા નદી ઉપર ચાંદોદ ભાડભૂત અને કબીરવડપુર્ણામાં મદવાડતાપીમાં રાંદેર ખાતે જેટીઓ બાંધીને સ્થાનિક ગ્રામજનોથી લઈને પરિક્રમા કરનાર શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ અને સ્થાનિક બજારોખેડૂતો માટે પેસેન્જર અને માલવાહક જહાજોના આવાગમન માટે વ્યવસ્થા ઉભી કરી હતી. તે સમયે કોંગ્રેસનું શાસન હતું પરંતુ ભાજપના શાસનને તે સુવિધા માફક આવી નથી.

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની દરખાસ્તનો કોઈ જ નિર્ણય નહી થતાં અને ફાઈનાન્સિયલ સપોર્ટ ન મળતા આ કામગીરી અટકી પડી હતી. જો કેકેન્દ્રની એનડીએ સરકાર દેશની નદીઓ અને જ્યાં બારમાસી પાણી છે ત્યાં વોટર ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવા માગે છે. કેન્દ્રએ ગુજરાત સરકારને પ્લાનિંગ સાથે રિપોર્ટ તૈયાર કરવાનું ત્રણ વર્ષ પહેલાં કહ્યું હતું છતાં ગુજરાત સરકારે ફાઇલન રિપોર્ટ તૈયાર કર્યો નથી. બીજી તરફ રાજ્યની જળ નીતિનો અભાવ વર્તાઇ રહ્યો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp