ગુજરાતે સોલાર હબનું સ્ટેટસ ગુમાવ્યું, જાણો કોણ છે પ્રથમ

PC: entitymag.com

ગુજરાતને સોલાર હબ બનાવવાની વાતો હવામાં રહી ગઈ છે અને પાડોશી રાજસ્થાન મેદાન મારી ગયું છે. સૂર્યના કિરણોમાં બન્ને રાજ્યોમાં સૌથી વધુ પોટેન્શ્યાલિટી છે છતાં રાજસ્થાન આગળ નીકળી ગયું છે.

સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર ઉત્પાદિત કરતું રાજ્ય રાજસ્થાન બન્યું છે. ગુજરાતને દેશનું સોલાર હબ બનાવવાના વાયદા તત્કાલિન મુખ્યમંત્રીએ કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત દેશનો સૌથી વધુ સોલાર વીજળી ઉત્પાદિત કરતું રાજ્ય બનશે પરંતુ ગુજરાતે સોલાર મિશનમાં નંબરવન થવાનું ટાઇટલ ગુમાવ્યું છે.

સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશનના ધ સ્ટેટેસ્ટીક્સ ઇન ઇન્ડિયાના રીલિઝ થયેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ 2017 સુધીમાં થર્મલ પાવર પ્લાન્ટમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 71 છે, હાઇડ્રોમાં 11.81 ટકા તેમજ ન્યૂકિલિયરમાં 1.8 ટકા છે.

ભારતમાં રાજસ્થામાં 14 ટકા એટલે કે સૌથી હાઇએસ્ટ (167.28 GW) સોલાર પાવર કેપેસિટી જોવા મળી છે જ્યારે 157.19 GW સાથે 13 ટકા ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં 119.89 ટકા એટલે કે 119.89 GW કેપેસિટી જોવા મળી છે.

રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. 31મી ઓક્ટોબર સુધીમાં વિન્ડ પાવરમાં ભારતની કેપેસિટી જોઈએ તો 32,715.37 મેગાવોટની છે. સોલાર પાવરમાં 14,751.07 મેગાવોટ, સોલાર પાવર-રૂફટોપમાં 823.64 મેગાવોટ, બાયોમાસ પાવરમાં 8,132.70 મેગાવોટ, વેસ્ટ ટુ પાવરમાં 114.08 મેગાવોટ તેમજ સ્મોલ હાઇડ્રોપાવરમાં 4,399.35 મેગાવોટ સહિત કુલ 60,985.21 મેગાવોટ છે. ભારત સરકારે 2022 સુધીમાં કુલ કેપેસિટી 1,75,000.00 મેગાવોટની રાખી છે.

કેન્દ્રના દાવા પ્રમાણે ગુજરાતમાં 2022 સુધીમાં 8,020 મેગાવોટ સોલાર પાવર, 8,800 મેગાવોટ વિન્ડ પાવર, 25 મેગાવોટ એસએચપી તેમજ 288 મેગાવોટ બાયોમાસ પાવરનો ટારગેટ રાખવામાં આવ્યો છે.

અન્ય એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની વિન્ડ પાવર કેપેસિટી 31મી માર્ચ 2018 સુધીમાં 5,702 મેગાવોટ છે જે તામિલનાડુની 8,197 મેગાવોટ પછી બીજાક્રમે છે. ત્રીજાસ્થાને 4,784 મેગાવોટ સાથે મહારાષ્ટ્ર અને ચોથાક્રમે 4,507 મેગાવોટ સાથે કર્ણાટકા આવે છે, જ્યારે રાજસ્થાનની કેપેસિટી 4,298 મેગાવોટ થવા જાય છે.

સોલાર પાવરમાં રાજસ્થાન 2,246.48 મેગાવોટ સાથે પ્રથમ છે જ્યારે ગુજરાતમાં 1,291.18 મેગાવોટ છે. ભારતમાં સોલાર પાવરની કેપેસિટી 15,604.76 મેગાવોટ થવા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp