નર્મદા પ્રોજેક્ટ ગુજરાત માટે નવી ક્ષિતિજો ખોલશે : PM મોદી

PC: khabarchhe.com

પીએમ મોદીએ કહ્યું કે નર્મદા ડેમ ગુજરાત માટે બહુ મોટી સફળતા છે. આવનારા 10 વર્ષમાં ભાજપ સરકારનાં નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરશે. એરપોર્ટ ખાતે ભાજપનાં કાર્યકરોને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ સહિતની ભૂતપૂર્વ સરકારોની પ્રશંસા કરી હતી અને બંધનાં નિર્માણકાર્યને પૂર્ણ કરવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

 

સરદાર સરોવર પ્રોજેકટનો પાયો 1961માં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ નાંખ્યો હતો. જ્યારે બંધનાં દરવાજા બંધ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો હતો. ડેમનાં દરવાજા બંધ થતાં પાણી સંગ્રહ કરવામાં સરદાર સરોવર દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ બની ગયો છે. ડેમના રિઝર્વેયરની ઉંચાઈ 138 મીટર અને તેની ક્ષમતા 4.75 મીલીયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની છે. 1996માં નર્મદા બચાવ આંદોલનનાં કારણે બંધનું નિર્માણ કાર્ય ઠપ્પ થઈ જવા પામ્યું હતું. પર્યાવરણ અને પુન:સ્થાપનનાં પ્રશ્ને અદાલતે નિર્માણ કાર્ય પર મનાઈ હુકમ આપ્યો હતો.

 

2000માં સુપ્રીમ કોર્ટે ડેમનાં નિર્માણ કાર્યની તરફેણમાં ચુકાદો આપતા ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. અદાલતે અસરગ્રસ્ત લોકોને પુરતા પ્રમાણમાં પુન:વસવાટ કરવાની જોગવાઈ સાથે નિર્માણને મંજુરી આપી હતી.

 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભૂતકાળમાં જેની પણ સરકાર હોય તેમણે પણ નર્મદા ડેમનાં નિર્માણમાં પુરુષાર્થ કર્યો છે. પણ આપણે આજે બંધની પૂર્ણાહૂતિનાં સાક્ષી બન્યા છે. ગુજરાતની વિકાસગાથા આલેખવામાં નર્મદા બંધ નવા પરિમાણ સર્જેશે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પાણીની અછતની સમસ્યાને સૂલઝાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યારની કેન્દ્ર સરકારે ગુજરાતની તકલીફ સમજી ન હતી.

 

તેમણે કહ્યું કે પાણીની સમસ્યા ગુજરાતનાં વિકાસ માટે હમેશ એક પડકાર રહ્યો છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પાણીની અછતની તકલીફ અનુભવી છે. પાણીની અછતનાં કારણે વિકાસનાં અનેક કાર્યોને પૂર્ણ કરવામાં અવરોધ ઉભો થતો હતો. પરંતુ તે વખતે કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરાકારો ગુજરાતની પાણી સમસ્યાને સમજી શક્યા નહી પણ ગુજરાતનાં લાકો પાણીનું મહત્વ સમજે છે.

પીએમ મોદીએ કહ્યું કે નર્મદા બંધ ગુજરાત માટે બહુ મોટી સફળતા છે. આવનારા 10 વર્ષમાં ભાજપનાં નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરશે. પાર્ટી કાર્યકરોને એરર્પોર્ટ પર સંબોધન કરતાં પીએમ મોદીએ કોંગ્રેસ સહિતની ભૂતપૂર્વ સરકારોની પણ પ્રશંસા કરી હતી અને પ્રોજેક્ટને સંપૂર્ણ કરવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

 

પીએમ મોદીએ કહ્યું કે થોડા સમયમાં ફરી આવીશ અને સંપૂર્ણ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે. ડેમનાં દરવાજા બંધ કરવામાં આવ્યા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મને કહ્યું કે ગુજરાત આવો અને નર્મદા બંધનાં પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરો. મારી ઓફીસ ગુજરાતને તારીખ ફાળવશે અને ફરી એક વાર ગુજરાતની વિકાસ ગાથાનાં સાક્ષી બનીશું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ. નીતીન પટેલ. ગુજરાત સરકારનાં મંત્રીઓ અને ભાજપનાં આગેવાનો હાજર રહ્યા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp