બજેટ 2019: સોલર ઉર્જાને મળી શકે છે પ્રોત્સાહન, સરકાર વધારી શકે છે ફંડ

PC: urbanupdate.in

પેટ્રોલિયમ ઇંધણના વધતા ભાવ અને કોલસાનો ઘટતા ભંડારને જોતા ઉર્જા ક્ષેત્રમાં નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. અને તેમાં સોલર પ્લાન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે અક્ષય ઉર્જા માટે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની તમામ યોજનાઓ શરૂ કરી છે. સરકારને પણ 2022 સુધી 175000 મેગાવોટ અને સૌર ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય નક્કી કરવામાં આવેલ છે. જોકે આ લક્ષ્યને મેળવવું હાલમાં સંભવ નથી લાગી રહ્યું. એક ફેબ્રૂઆરીએ જાહેર થનાર બજેટમાં સરકાર અક્ષય ઉર્જાને વૃધ્ધિ આપવા માટે તેના ફંડમાં વૃધ્ધિ કરી શકે છે.

જણાવી દઇએ કે CSEએ હાલમાં જ જાહેર પોતાની રિપોર્ટમાં અક્ષય ઉર્જાના લક્ષ્યને મેળવવામાં પોતાની અસમર્થતા જાહેર કરી છે. CSEએ સ્પષ્ટ કહ્યું છે કે 2022 સુધી 1.75 લાખ મેગાવોટના સૈર ઉર્જાના લક્ષ્યને હાંસલ નથી કરી શકતા. ISAએ જણાવ્યુ કે ISA એક નવા બેંક અંગે પ્રસ્તાવ કરશે. જે લોકો સુધી આ અક્ષય ઉર્જા પહોંચાડવા માટે આર્થિક મદદ કરશે. મળતી જાણકારી અનુસાર સરકાર સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા વિકલ્પો પ્રતિ લોકોને જાગૃત કરવા અને રિન્યુએબલ એનર્જિને વૃધ્ધિ આપવા માટે આ હેતુથી રાખવામાં આવનાર ફંડમાં વૃધ્ધિ કરવા જઇ રહી છે.

બજેટમાં તે માટે જનરેશન બેઝ્ડ ઇંસેટિવ્સ માટે ફંડમાં વધારો થઇ શકે છે. સોલર પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે ફંડને વધારવામાં આવશે. તે ઉપરાંત સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર વાપર પ્રોજેક્ટ અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. જનરેશન બેઝ્ડ ઇન્સેન્ટિવ માટે લગભગ 5000 કરોડના ફંડની ઘોષણા કરવામાં આવી શકે છે. આ રીતે રિન્યુએબલ પ્રોજેક્ટસ માટે ફંડમાં 30-35 ટકા સુધીની વૃધ્ધિ સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp