ગુજરાતમાં 10000 કરોડના રોકાણની ડંફાસ મારનારા બોલિવુડ કલાકારોએ રૂપિયોએ રોક્યો નથી
ગુજરાતને બોલિવુડ હબ બનાવવાનો પ્લાન નિષ્ફળ ગયો છે. 10000 કરોડનું ગુજરાતમાં રોકાણ કરવાનો સ્ટાર્સનો દાવો પોકળ સાબિત થયો છે.
15 જેટલા બોલિવુડ સિતારાઓએ ગુજરાતમાં ફિલ્મ સિટી, ફિલ્મ સ્ટુડીયો, વોટર સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક એક્ટિંગ સ્કુલ સ્થાપવા માટે 10000 કરોડના મૂડીરોકાણનો વાયદો કર્યો હતો, પરંતુ આજ સુધી એક રૂપિયાનું રોકાણ થયું નથી. 2009થી 2012 સુધી ગુજરાત સરકારે બોલિવુડ કલાકારો માટે લાલ જાજમ બિછાવી હતી. ગુજરાતમાં 8થી વધુ ફિલ્મ સ્ટુડીયો, 10થી વધારે એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવાના હતા.
અનુપમ ખેર, પ્રિટી ઝિંટા, જે કી શ્રોફ, અરબાઝ ખાન, અજય દેવગણ, પરેશ રાવલ, સંજય દત્ત, વિવેક ઓબેરોય, શત્રુધ્ન સિંહા મોટા ગજાના કલાકારોએ વાયદો કર્યો હતો. પરંતુ એક જણે પણ ગુજરાતમાં રોકાણ કર્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp