ગુજરાતમાં ટ્રેનો શા માટે વધારે વ્હીસલ વગાડે છે? કારણ જાણવું હોય તો વાંચો

PC: photoshelter.com

ટ્રેન ડ્રાઈવર માટે નિયમ છે કે જ્યાં માનવ રહિત ફાટક હોય ત્યાં ટ્રેનનો પાવો( વ્હીસલ- હોર્ન) વગાડવો. ગુજરાતમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો ટ્રેનમાં સતત હોર્ન વાગતું રહે છે. રાતના સમયે પણ આવું કરવું પડે છે તેનું કારણ એ છે કે સમગ્ર દેશમાં ગુજરાત જ એવું પછાત રાજ્ય છે કે જ્યાં રેલવેની ફાટક સૌથી વધારે ખૂલ્લી રહે છે. કારણ કે ફાટક ઉઘાડ બંધ કરનારને નોકરીએ રાખવામાં આવતાં નથી.

ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનનું કામ અમદાવાદમાં ઝડપથી ચાલી રહ્યું છે આ વર્ષના અંતમાં એક ટ્રેક ચાલુ થઈ જશે અને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અને રેલવે સ્ટેશન માટે કામ શરૂ થયું છે. પણ પ્રજા સામે સૌથી મોટું જોખમ રેલવે ફાટક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બુલેટ ટ્રેનને રાજકીય નેતાઓએ મુદ્દો બનાવ્યો હતો. પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશ કરતાં વધારે ખુલ્લા માનવ રહિત રેલ ફાટક છે. 1895 રેલવે ફાટક ખુલ્લાં રહે છે કરણ કે ત્યાં ફાટક બંધ કરનાર અને ખોલનાર કોઈ નથી. તેથી માનવ મોત વધી રહ્યાં છે. ભારતમાં કૂલ 7701 આવી ફાટક છે. તેનો મતલબ થયો કે 24.60 ટકા એટલે કે 25 ટકા ફાટક ખૂલ્લી જ હોય છે.

ઉત્તર પ્રદેશમાં 1112 ફાટક, બિહાર 809, રાજસ્થાન 805, તામિલનાડુ 444, પશ્ચિમ બંગાળ 429, મધ્ય પ્રદેશ 382, મહારાષ્ટ્ર 268 અને કર્ણાટકામાં 253 ફાયકો માણસ વગર છે. જેમાં ગમે ત્યારે ટ્રેન આવે અને અકસ્માત થઈ શકે છે. 2003માં ગુજરાતમાં 4026 ફાટક ખુલ્લી હતી. કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહે મહેનત કરીને તે 1800 સુધી લાવ્યા હતા. પણ હાલની ભાજપ સરકાર આવી અને ગુજરાતે વડાપ્રધાન આપ્યા છતાં રેલ મંત્રી પીયુષ ગોયેલે કંઈ જ કર્યું નથી. બુલેટ ટ્રેન કરતાં લોકોની સલામતી વધારે મહત્વની છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp