ગિફ્ટ સિટીમાં ઘર લેવું હોય તો મળી શકશે, ત્રણ મોટી કંપનીઓ મેદાનમાં ઉતરી છે

PC: indianexpress.com

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન વિકસિત કરવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની કે એકમ ધરાવતા સંચાલક અને તેના કર્મચારીઓ જ રહેઠાણના આવાસ મેળવવા હક્કદાર હતા.

ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા નિયમો લાગુ કર્યા પછી ગુજરાત અને દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી ડેવલપર્સે તેમની સ્કીમો લોંચ કરી છે જેમાં મુંબઇની શોભા ડેવલપર્સ અને સંગાથ મુખ્ય છે. આ ઉપરાંત હવે ત્રણ બીજી ફર્મ તરફથી વિશાળ જગ્યા એક્વાયર કરવામાં આવી છે. આવાસના નિર્માણ માટે કુલ છ ડેવલપર્સને 33 લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં નીલા સ્પેસ લિમિટેડ એ ત્રણ ડેવલપર્સમાં સૌથી મોટી કંપની છે કે જેણે 5128 ચોરસમીટરમાં 5.4 લાખ ચોરસફૂટ નિર્મિત ક્ષેત્રને વિકસિત કરશે. એવી જ રીતે કાવ્યારત્ન ગ્રુપ જો પહેલાથી જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હાઉસિંગ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે તેણે કેમ્પસમાં 5 લાખ ચોરસફૂટ જગ્યા આવાસ બનાવવા માટે ગ્રહણ કરી છે.

અમદાવાદ સ્થિત સેવી ગ્રુપ અને એટીએસ ગ્રુપ બન્ને ભેગા મળીને ગિફ્ટ સિટીમાં 2.2 લાખ ચોરસફૂટ જગ્યામાં આવાસ વિકસિત કરે છે. આ જોઇન્ટ વેન્ચર કંપનીએ ગિફ્ટ સિટીમાં એક કોમર્શિયલ ટાવર પહેલાં જ વિકસિત કર્યો છે અને હવે રેસિડેન્સિયલ સ્કીમ બનાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp