26th January selfie contest

બાંધકામ ઉદ્યોગને ફરી ઝડપી બેઠો કરવા બિલ્ડરો કેન્દ્રીય બજેટમાં શું માગી રહ્યા છે

PC: https://www.cnbctv18.com

યુનિયન બજેટની રજૂઆત પહેલાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલી ક્રેડાઇ સંસ્થાએ નાણા મંત્રાલય સમક્ષ કેટલીક માગણીઓ મૂકી આ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા માટે દબાણ ઉભું કર્યું છે. આ સંસ્થાનું કહેવું છે કે બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે આ ઉદ્યોગને સૌથી વધુ માર પડ્યો છે તેથી તેને જીવંત બનાવવાની જરૂર છે.

ક્રેડાઇ એ બજેટ પહેલા નાણાં મંત્રાલયને પોતાની અપેક્ષાઓનું એક લિસ્ટ રજુ કર્યું છે. તેમાં સંસ્થાની સરકાર પાસે તમામ આશાઓ જેવી કે, સસ્તા મકાનોની પરિભાષામાં ફેરફાર, લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં ઘટાડો અને ભાડાંના મકાનોને લગતા નિયમોમાં ફેરફાર સામેલ છે.

કેન્દ્રીય બજેટ કે જે ફેબ્રુઆરી મહિનામાં રજુ થશે તેને લઈને અલગ અલગ ઉદ્યોગો સરકાર સમક્ષ પોતાની માંગણીઓનીરજૂઆત કરી રહ્યા છે, ત્યારે દેશના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી સૌથી મોટી સંસ્થા ક્રેડાઈએ નાણાં મંત્રાલયને પત્ર દ્વારા પોતાના ઘણા સમયથી લંબિત પ્રશ્નો સરકારને રજુ કર્યા છે.

સંસ્થાએ પોતાના પત્રમાં આશા વ્યક્ત કરી છે કે સરકાર આવનારા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ હાઉસિંગ ક્ષેત્રને વેગ આપવા જરૂરી પગલાં લેશે કે જે પ્રધાનમંત્રીના ‘હાઉસિંગ ફોર ઓલ’ ના સ્વપનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

ક્રેડાઈની પ્રથમ માંગ રીયલ એસ્ટેટ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાયરામાં લાવ્વાનુ છે, જેથી ટેક્સમાં છૂટની સાથે વિદેશી અને સ્થાનિક રોકાણમાં વધારો થઇ શકે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી બેંક લોન મેળવવામાં પણ ક્ષેત્રને આસાનીથી થઇ શકે છે.

સિંગલ વિન્ડો કલેયરન્સ તેમજ સસ્તા મકાનોની પરિભાષામાં એપાર્ટમેન્ટના ક્ષેત્રફળની જગ્યાએ તેની ટિકિટ સાઈઝને પ્રાધાન્ય ક્રેડાઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા છે. ક્રેડાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલ ‘ક્રેડિટ લિંકેડ સબસિડી સ્કીમ’માં મધ્યમ વર્ગને આવરી લેતી સ્કીમને 31 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની માંગણી કરી છે, જેથી વધુ ને વધુ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડી શકાય.

રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો, જી.એસ .ટી.માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો લાભ, તેમજ સસ્તા મકાનોની પરિભાષામાં રૂપિયા 45 લાખની સીમાની જગ્યાએ નોન મેટ્રો શહેરોમાં તે રૂપિયા 75 લાખ કરવી જયારે મેટ્રો શહેરોમાં તેને રૂપિયા 1.50 કરોડ સુધી વધારવા, તે ક્રેડાઈએ રજુ કરેલા મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp