શું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલશે ભારતની ઈકોનોમી?

PC: theconstructor.org

"આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક ઇકોનોમિક સ્ટિમ્યૂલન્ટ તરીકે વિચારવાનું બંધ કરવું પડશે અને તેને વ્યૂહાત્મક રીતે વિચારવાનું શરુ કરવું પડશે. પૂલ બનાવવાનું કામ આર્થિક પ્રોત્સાહન નથી આપતું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યૂહાત્મક રોકાણ લાંબા ગાળાના વિકાસ માટે પાયાનું કામ કરે છે."
- રોજર મેકનેમી

રોજર મેકનેમી, અમેરિકાના ઉદ્યોગપતિ, વેન્ચર કેપીટાલિસ્ટ અને ઇન્વેસ્ટર છે. રોજર મેકનેમીના આ ઉપર દર્શાવેલા વાક્યને ઇકોનોમિક સરવે 2017-18ના ઇન્ડસ્ટ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેપ્ટરના મથાળે લખવામાં આવ્યું છે. મોદી સરકાર પણ જાણે છે કે દેશના વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપ થવું ખૂબ આવશ્યક છે. તેથી આ દિશામાં સરકાર પણ કામ કરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો ભાગ રોડ અને ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે. સરકારે પોતાના કાર્યકાળના છેલ્લા નાણાકીય વર્ષમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે વિશેષ પ્રયાસ કર્યા છે.

ટ્રાન્સપોર્ટ મીનીસ્ટ્રીએ વર્ષ 2018-19 દરમિયાન 16,420 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે કન્સ્ટ્રકશનનો ટાર્ગેટ રાખ્યો છે જ્યારે 2017-18 દરમિયાન 9,829 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેનું કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ કહે છે કે ભારતની GDPમાં રોડ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર 5 ટકા જેટલું યોગદાન આપે છે. તેનું કારણ એ છે કે ભારતમાં લગભગ 86 ટકા પેસેન્જર અને લગભગ 60 ટકા ટ્રાફિક રોડ પર નિર્ભર કરે છે જે ચીન, રશિયા અને અમેરિકાની સરખામણીએ વધુ છે. આ જ કારણ છે કે ભારતમાં વાહનોનો સંખ્યા ઝડપથી વધી રહી છે.

ઇકોનોમિક સરવે 2017-18 અનુસાર, દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટની ખૂબ જરૂરત છે. રિપોર્ટ અનુસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે ભારતને 2040 સુધી લગભગ 4.5 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂરત છે. જ્યારે હાલની પરિસ્થિતિ જોતા ભારત લગભગ 3.9 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી ઇન્વેસ્ટ કરી શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કંપની ફીડબેક ઇન્ફ્રાના હેડ હર્ષ શ્રીવાસ્તવે કહ્યું કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઈકોનોમીને પ્રભાવિત કરવાનું મોટું કારણ એ છે કે અહીં મોટા ભાગનું ટ્રાફિક રોડ પર આધારિત છે. આમ છતાં ભારતમાં રોડની હાલત જોઈએ એવી સારી નથી જેના કારણે સમાન સમયસર ન પહોંચવો, માલભાડું વધુ હોવું અને ખાડા ટેકરાવાળા રસ્તાઓને કારણે સમાન તૂટવાનો અથવા ખરાબ થવાની ફરિયાદો રહે છે.

મોદી સરકારે આ બાબતે ખાસ ધ્યાન આપ્યું છે અને આ જ કારણ છે કે વર્લ્ડ બેંકની LPI રેન્કિંગમાં ભારતની સ્થિતિ સુધરી છે. ઓવરઓલ LPI રેન્કિંગમાં ભારતનો ક્રમ 2007મા 54મો હતો જે 2014મા 35 પર પહોંચી ગયો હતો પરંતુ 2016માં તે 36 થઈ ગયો હતો.

વર્ષ 2018-19માં સરકારનો ટાર્ગેટ 16,420 કિલોમીટર હાઈવે કન્સ્ટ્રકશનનો ટાર્ગેટ છે. નીતિન ગડકરીનું કહેવું છે કે રોડ સેક્ટરમાં જોબ માટે ખૂબ સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે તેમનો ટાર્ગેટ છે કે પાંચ વર્ષમાં તેમનો ટાર્ગેટ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે 5 કરોડ જોબ્સ ઊભી કરવાનો છે. જોકે આગામી ચૂંટણીઓમાં એમ્પ્લોયમેન્ટ એક મોટો મુદ્દો બની શકે છે તે સંદર્ભે પણ રોડ સેક્ટર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp