NASA ગુરુવારે એલિયનની જાહેરાત કરશે?

PC: express.co.uk

એમ તો પરગ્રહવાસીઓ એટલે એલિયન તરીકે આપણે ઓળખીએ છીએ. બધા જ માને છે કે બીજા તારાઓને ફરતે ગ્રહો ઘૂમતા હોવાનું પરોક્ષ રીતે સાબિત થયું છે, ત્યારે એમાંથી એકાદ ગ્રહ ઉપર તો જીવન હશે એવી સંભાવના રહે જ છે. હવે આ ધારણા સાથે આવતા ગુરુવાર તા. 14મીએ અમેરિકાની અવકાશ સંસ્થા NASAએ અગત્યની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, એ જોતાં કોઇ મોટી જાહેરાત થઇ શકે છે. ઘણા એમ માને છે કે એલિયનનો પત્તો લાગી ગયો છે અને એ અંગે જાહેરાત NASA કરે એમ છે.
2009થી કેપ્લર સ્પેશ ટેલિસ્કોપ એલિયનને શોધવાનું ભગીરથ કામ કરતું રહ્યું છે.

NASAએ એવા સંકેત આપ્યા છે કે કેપ્લર સ્પેશ ટેલિસ્કોપે કરેલી કોઇક શોધ અંગેની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પૃથ્વીના કદના ગ્રહો શોધવાની કામગીરી કેપ્લરને સોંપાઇ હતી. અત્યાર સુધીમાં કેપ્લરે 2500 ગ્રહો શોધી કાઢ્યા છે. ઉપરાંત બીજા 2000 જેટલા પિંડો શોધી કાઢ્યા છે, તે પણ ગ્રહ હોવાનું માનવામાં આવે છે. આટલા ગ્રહોમાંથી એકાદ ગ્રહ ઉપર તો જીવન હશે જ એવી વિજ્ઞાનીઓને આશા છે.

આગામી ગુરુવારે NASA આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યું છે, ત્યારે જ કોઇ મહત્વની શોધની જાહેરાત થાય એવી સંભાવના વધી છે. જો એવી કોઇ જાહેરાત થાય તો હવે પછી તેમનો સંપર્ક કરવો કે તેમના ગ્રહ ઉપર કોઇ યાનને મોકલવા માટેની તૈયારી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાય એમ છે. સરવાળે એમ લાગે છે કે એલિયન તો છે જ. ફક્ત તેમને શોધવા માટેની તૈયારીઓ કરવી પડે એમ છે.

એલિયન એમ તો સાયન્સ ફિક્શનનો પ્રિય સબ્જેક્ટ રહ્યો છે. પરંતુ મોટા ભાગના વિજ્ઞાનીઓ એલિયન એ માત્ર કલ્પના નહીં પણ એક સત્ય હોવાનું સ્વીકારે છે. પરંતુ હજુ સુધી આપણે કોઇ નક્કર પુરાવા પરગ્રહવાસીઓને લગતા મેળવ્યા નથી.હવે એ દિશામાં કામ ચાલી શકે છે.

આગામી ગુરુવારે ભારતીય સમય પ્રમાણે સાંજે NASAએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, ત્યારે એમાં થનારી જાહેરાતની રાહ તો જોવી જ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp