PM મોદીની સાથે ઇઝરાયલના PM 17મી ગુજરાત આવશે

PC: aljazeera.com

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ 6 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ 17મી જાન્યુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે.

આ બન્ને નેતાઓ એરપોર્ટથી બંને નેતાઓ ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. સવારે 11.15થી 11.50 સુધી તેઓ ગાંધી આશ્રમમાં સમય પસાર કરશે. ઇઝરાયલના વડાપ્રધઆન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લઈ ચરખો પણ કાંતશે.

ગાંધી આશ્રમથી હેલિકોપ્ટર મારફતે મોદી અને નેતન્યાહુ બાવળા જશે. બાવળા આઇક્રિએટ સેન્ટર પર 1500થી વધુ ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. આ બન્ને નેતાઓનું સીઈઓ સાથે લંચનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 2 વાગ્યે બાવળાથી સાબરકાંઠાના પ્રાંતીજ જઈ બંને દેશના વડાપ્રધાન ભારત-ઈઝરાયેલના સહયોગથી નિર્માણ પામેલા સેન્ટર ઓફ એક્સિલેન્સની મુલાકાત લેશે. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ અને કૃષિ નિષ્ણાંતો પણ હાજર રહેશે. સાંજે 4.45 કલાકે બંને નેતાઓ હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ આવશે. અને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.

જ્યારે નરેન્દ્ર મોદી ગયા વર્ષે ઈઝરાઈલ પ્રવાસે ગયા હતા ત્યારે નેતન્યાહુ પ્રોટોકોલ તોડીને તેમને એરપોર્ટ પર લેવા ગયા હતા. રવિવારે વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને નેતન્યાહુને લેવા માટે એરપોર્ટ ગયા હતા. નેતન્યાહુના આ પ્રવાસમાં ડિફેન્સ, એગ્રિકલ્ચર અને વોટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા ઘણી મહત્વની સમજૂતીઓ થઈ શકે છે. જોકે, ભારતમાં ઈઝરાઈલના રાજદૂત ડેનિયલ કાર્મને કહ્યું છે કે, આ પ્રવાસમાં ઈનોવેશન સૌથી મહત્વનો એજન્ડા રહી શકે છે. આ ઉપરાંત એગ્રિકલ્ચર અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહયોગને લઈને કરાર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp