IPL માટે જિયોના લોન્ચ થયેલા વિવિધ પ્લાન્સ જોઈ લો

PC: techaedgar.com

આ વિકેન્ડથી IPL શરૂ થઈ રહી છે ત્યારે જિયોએ વિવિધ ટેરિફ પ્લાન્સની જાહેરાત કરી છે. જિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત રૂ. 399ની કિંમતમાં ડેટા, વોઇસ અને એક વર્ષનું ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળશે. જે ક્રિકેટ ફેન્સ આ પ્લાન લેશે તેમને ડિઝની+ હોટસ્ટાર એપ પર Dream11 IPL મેચ પણ નિઃશુલ્ક નિહાળવા મળશે.

જિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત પ્રિપેઇડ પ્લાન્સમાં એક મહિનો, બે મહિના, ત્રણ મહિના અને એક વર્ષની વેલિડિટી ઓફર કરવામાં આવી છે. દરેક પ્લાન ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. એ ઉપરાંત સ્પેશિયલ ડેટા એડ-ઓન પેક્સ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.

રૂ. 401માં 28 દિવસની વેલિડિટી સાથે પ્રતિ દિવસ ત્રણ જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ મળશે. રૂ.598ના પ્લાનમાં પ્રતિ દિવસ બે જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ 56 દિવસ માટે મળશે. રૂ. 777ના પ્લાનમાં 1.5 જીબી ડેટા પ્રતિ દિવસ સાથે 84 દિવસની વેલિડિટી અને એ પણ અનલિમિટેડ વોઇસ સાથે મળશે. જ્યારે રૂ. 2599ના વાર્ષિક પ્લાનમાં પ્રતિ દિવસ 2 જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે.

જ્યારે રૂ. 499ના એડ-ઓન પેકમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા સાથે રૂ.399ની કિંમતનું ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. આ એડ-ઓન પેકની વેલિડિટી 56 દિવસની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp