એશિયાના પ્રથમ ઇન્ટીગ્રેટેડ સ્પોર્ટસ એરેના-ટ્રાન્સસ્ટેડિયાનુ ઉદઘાટન કરતા PM મોદી

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્રર મોદીએ જણાવ્યું છે કે રમત-ગમત એ જીવન જીવતા શીખવાડે છે. વિજય પચાવવાનું સૌ કોઇ જાણતું હશે પણ હારને પચાવવવાનું સામર્થ્ય ખેલાડીઓમાં હોય છે અને આ સામર્થ્યને અપનાવનાર જીવનમાં કદી હતાશ નથી થતો. રમત-ગમત એ સ્વયં રાષ્ટ્રઅ સેવા છે એટલું જ નહીં પરંતુ ઉંચાઇઓ હાંસલ કરવાનું માધ્યમ પણ છે અને એટલે જ ખેલાડીઓ પ્રત્યે આદર-સન્માન એ પરિવારની કે સમાજની જ નહીં પરંતુ દેશની પણ પરંપરા હોવી જોઇએ.

મોદીએ અમદાવાદ એશિયાના પ્રથમ અત્યાધુનિક સગવડો ધરાવતાં ટ્રાન્સસ્ટેપડીયા સ્ટેડિયમ તેમજ ખેલ મહાકુંભ-૨૦૧૭ને ખુ્લ્લો મુકી ખેલ મહાકુંભ-૨૦૧૭ની એપનું લોન્ચીંગ કર્યું હતું અને રાષ્ટ્રી ય અને આંતરરાષ્ટ્રી૧ય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનારા ગુજરાતના ખેલાડીઓને શક્તિદૂત યોજના હેઠળ રોકડ પરુસ્કાર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

મોદીએ જણાવ્યું કે રમત ગમતનું સામર્થ્ય જીવન જીવવાની પ્રેરણા પુરી પાડે છે અને તેથી જ પુરા ભારતમાં ખેલે ઇન્ડિ યા અભિયાન શરૂ કરવામાં આવશે જેથી દેશના યુવાનોને રમતગમતગમાં પ્રોત્સાહન મળશે અને આવનાર દિવસોમાં આંતરરાષ્ટ્રીૂય રમતોમાં દેશના નવયુવાનોની રમતગમતની સામર્થ્યસભર ગુંજ જોવા મળશે. 

વડાપ્રધાને જણાવ્યું કે ભારતમાં રમતગમત ક્ષેત્રે તમામ સુવિધાઓ ઝડપભેર ઉભી થઇ રહી છે અને ટ્રાન્સ્ટે ડિયા તેનું ઉત્તમ ઉદાહરણ છે. ૨૧મી સદીમાં દેશના બાળકોનું બાળપણ વીડિયો ગેઇમ અને લેપટોપમાં ખોવાઇ રહ્યું છે ત્યારે શારિરીક કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ માટે રમતના મેદાનમાં બાળકો રમે તે જરૂરી છે. 

દેશમાં રમતગમતના વિકાસ માટે ઉપાડેલા અભિયાનમાં પી.પી.પી. મોડલ અપનાવવામાં આવ્યું છે જેને લઇ માળખાકીય સુવિધાનો વધશે તેમજ ખેલાડીઓને વધુને વધુ પ્રોત્સાહન મળશે, તેમણે ઉમેર્યું કે એક સમય હતો કે ગુજરાત અને રમતગમત બંને એકબીજાના પર્યાય નહોતા પરંતુ ખેલ મહાકુંભને પગલે આજે પરિભાષા બદલાઇ છે. ગત વર્ષે ગુજરાતમાં ખેલમહાકુંભનમાં ૩૦ લાખ રમતવીરો સહભાગી બન્યા હતા અને આ સંખ્યા ઝડપભેર વધી રહી છે, અને દેશ પણ એ દિશામાં આગળ વધી રહ્યો છે.  

મુ્ખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે રમત ગમત માટે અત્યંત આધુનિક સ્ટેડિયમનું નિર્માણએ વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ્નું પરિણામ છે.

ગુજરાત રમતોમાં પાછળ ન રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલા ખેલ મહાકુંભને લઇ રાજ્યના રમતવીરો રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીતય કક્ષાએ પહોંચ્યા છે.

ગુજરાતના યુવાનોને રમતો માટે પ્રોત્સાહન અપાય છે અને “ખેલે ગુજરાત રમશે ગુજરાત”નું સ્વપ્ન  સકાર કરી આ ક્ષેત્ર પણ નંબર વન થશે તેવી આશા વ્યકત કરી હતી. સાથે સાથે રાજ્યના યુવા ખેલાડીઓના રમત-ગમત અને શારિરિક સામર્થ્યને ઓપ આપવા અને વિશ્વ કક્ષાએ તેમની પ્રતિભા ઝળહળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

ટ્રાન્સસ્ટે્ડીયાનું સ્વપ્નમ સાકાર કરનારા ઉદીત શેઠે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૧૬ સ્પોર્ટસ એક સાથે યોજાઇ શકે તેમજ પ્રશિક્ષણની વ્યવસ્થા છે. વેમ્બલી સ્ટેડિયમમાં આખા વર્ષમાં ૪૦ દિવસ રમતો યોજાય છે, અહિં ૩૦૦ થી વધુ દિવસ રમતો રમી શકાશે.

ખેલ મહાકુંભ - ર૦૧૭ અમદાવાદ ખાતે ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા વિવિધ રમતોના વિખ્યાત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓ 

સુશીલ કુમાર-કુસ્તી

 

 બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલના એક્મત્ર ભારતીય વિજેતા, ૨૦૧૨ લંડન ઓલિમ્પિક્સમાં રજતચંદ્રક અને ૨૦૦૮ બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ.

 ૨૦૧૦ માં વર્લ્ડ ટાઇટલ અને ૨૦૧૪ માં કોમનવેલ્થ ગોલ્ડ મેડલ જીત્યો છે.

 તેઓ રાજીવ ગાંધી ખેલરત્ન છે.

દીપા મલિક-ઍથ્લેટિક્સ

 ૨૦૧૬ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ સાથે, તે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા બની.

 ૨૦૧૧ માં આઇપીસી વર્લ્ડ ચેમ્પિયનશીપ્સમાં શોટ પુટમાં સિલ્વર મેડલિસ્ટ.

 અર્જુન એવોર્ડ અને પ્રમુખ રોલ મોડેલ એવોર્ડ વિજેતા

ગગન નારાંગ-રાઇફલ શૂટિંગ

 ૨૦૧૨ લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ ચંદ્રક

 કોમનવેલ્થ ગેમ્સમાં 8 ગોલ્ડ મેડલ, વર્લ્ડ કપમાં 2 ગોલ્ડ મેડલ્સ, અનેકવાર વિશ્વ રેકોર્ડ બ્રેકર.

 તેઓ પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન છે

પી. ગોપીચંદ-બેડમિંટન

 ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારો બીજો ભારતીય.

 કોચ તરીકે, તેમ્ણે સાઇના નેહવાલ, પી.વી.સિંધુ, કિદમ્બિ શ્રીકાંત અને પારુપલ્લી કશ્યપ જેવા ખેલાડીઓને તાલીમ આપી છે.

 રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય પુરસ્કાર અને પદ્મ ભૂષણ વિજેતા છે.

અનુપ કુમાર-કબડ્ડી

 ૨૦૧૬ની વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સુકાની

 2010 અને 2014 માં એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ

 અર્જુન એવોર્ડ વિજેતા

બૈચુંગ ભૂટિયા-ફૂટબૉલ

 ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, ૧૦૦ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમનારા પ્રથમ ભારતીય.

 ભારતના ૪૦ ગોલ સાથે ફલપ્રદ ધ્યેય કરનાર, ભારતને ઘણા ટાઇટલ જીતવામાં મદદ કરનાર.

 તેઓ અર્જુન એવૉર્ડ, પદ્મશ્રી અને એશિયન ફૂટબોલ હોલ ઓફ ફામર વિજેતા છે.

કે શ્રીકાંત-બેડમિંટન

 સતત ત્રણ સુપર સિરિઝ ઇવેન્ટ્સ ફાઇનલ્સ જીતનાર પ્રથમ ભારતીય, તેમાંના બે જીત્યા હતા.

 તેણે ૯ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટાઇટલ જીત્યા છે

 તેઓ અર્જુન એવૉર્ડ વિજેતા છે.

ઇરફાન પઠાણ-ક્રિકેટ

 ભારત માટે ૨૯ટેસ્ટ, ૧૨૦વન-ડે અને ૨૪ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે.

 ફાઈનલમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ સાથે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય

 ૧૦૦ વિકેટના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સૌથી ઝડપી ભારતીય વનડે ખેલાડી

પાર્થિવ પટેલ-ક્રિકેટ

 ભારત માટે ૨૩ ટેસ્ટ, ૩૮ વન-ડે અને ૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે.

 પ્રથમ ટેસ્ટ ક્રિકેટના પદાર્પણ સમયે તે સૌથી યુવાન વિકેટ કીપર હતો.

 ૨૦૧૭-૧૭માં ગુજરાતને તેની પહેલી રણજી ટ્રોફી ટાઇટલ જીતી, તમામ ત્રણ મેજર ડોમેસ્ટિક ટાઇટલ જીતનારો સુકાની.



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp