કુંભ મેળામાં કામ કરવા માંગો છો તો અપ્લાય કરો, દર મહિને મળશે 50,000 રૂપિયા

PC: thekumbhallahabad.com

કુંભ મેળો વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક ઉજવણીમાંનો એક છે, આ વર્ષે તે પ્રયાગરાજમાં યોજવાનો છે. કુંભ દર છ વર્ષે યોજાય છે. જ્યારે કે પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાય છે. ઉત્તર પ્રદેશ સરકારે કુંભને 'દિવ્ય કુંભ, ભવ્ય કુંભ'નું ઉપનામ આપ્યું છે ને તેને યાદગાર બનાવવાની તૈયારી કરી છે. છેલ્લે મહાકુંભ વર્ષ 2013માં યોજાયો હતો અને આ વખતે મહાકુંભ પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી 9 માર્ચ સુધી આયોજિત કરવામાં આવશે.

કુંભ મેળાનું અસરકારક આયોજન અને અમલીકરણ માટે ઉત્તર પ્રદેશ સરકારે યંગ પ્રોફેશનલના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. કુંભ 2019ની તૈયારી ખૂબ ઉત્સાહ સાથે થઈ રહી છે. તેથી સરકાર કુંભના સરળ અમલીકરણ માટે સરકાર યુવાન વ્યાવસાયિકોની મદદ લઈ રહી છે. યુવાન વ્યાવસાયિકોને કોન્ટ્રેક્ટ ધોરણે ભાડે રાખવામાં આવશે. યંગ પ્રોફેશનલ્સ પદે 10 ભરતીઓ કરવામાં આવી રહી છે. પ્રોફેશનલ્સને 12 મહિનાના કોન્ટ્રાક્ટના આધારે હાયર કરવામાં આવશે. કુંભ મેળામાં સેવા આપવા માટે તમે પણ અપ્લાય કરી શકો છો.

શૈક્ષણિક યોગ્યતા

કેન્ડિડેટ્સે MBA/PGDM/MCA કોર્સ કરેલો હોવો જોઇએ. ઈંગ્લિશ અને હિંદીમાં લખવા અને બોલવા માટે કાર્યક્ષમ હોવો જોઇએ. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

ઉંમર

કેન્ડિડેટની ઉંમર 30 વર્ષથી નાની હોવી જોઇએ.

સેલરી

યંગ પ્રોફેશનલ્સને કુંભ મેળામાં કામ કરવા બદલ દર મહિને 50000 રૂપિયા આપવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

અરજી મોકલવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે. અરજી ઓનલાઇન લેવામાં આવશે અને યોગ્ય ઉમેદવાર પોતાનો રેઝ્યુમ [email protected] પર મોકલી શકે છે.

આ હશે વર્ક પ્રોફાઇલ

સરકાર વિવિધ શાખાઓ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ડેટા વિશ્લેષણ, ફાઇનાન્સ વગેરેમાં પ્રોફેશનલ્સની શોધ કરી રહી છે. મેળા વિકાસ અધિકારીને કો-ઓર્ડિનેશન, મેનેજમેન્ટ અને મોનિટરિંગ હેલ્પ ઉપલબ્ધ કરાવવા માટે યંગ પ્રોફેશનલ્સની જરૂર છે. તેમને કુંભ મેળાના ડેટા કલેક્શન અને ફંડ પ્લાનિંગમાં સહાયતા કરવી પડશે. પ્રોફેશનલ્સ પોતાના કાર્યક્ષેત્ર અનુસાર વિવિધ પ્રવૃત્તિઓમાં લાગેલા હશે જેમ કે ડિઝાઇનિંગ અને ડેવલપિંગ સ્ટ્રક્ચર્સ, લેઆઉટ્સ, વિભિન્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ્સ માટે મેપિંગ તે લોકો દ્વારા કરાવવામાં આવશે જે આ ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp