પતિ સાથે છૂટાછેડા લીધા પછી પરિણીતાએ કુંવારી છોકરી સાથે લગ્ન કરી લીધા

PC: punjabkesari.in

કોલકાત્તામાં એક પરણીત મહિલા અને એક કુંવારી છોકરીએ એકબીજા સાથે પ્રભૂતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરી દીધી છે. પરણિત મહિલાએ પોતાના પતિ સાથે છુટાછેડા લઇ લીધા છે અને તેના બે બાળકો પણ છે. સોશિયલ મીડિયા પર બને મહિલાઓની ઓળખાણ થઇ હતી અને એ પછી દોસ્તી લગ્નમાં પરિણમી હતી. લગ્ન કર્યા બાદ બંને કપલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગમે તેવા સંજોગો આવે અમે બંને જીવનભર એકબીજાના સાથે જ રહીશું. જો કે, સમલૈગિંક લગ્નની વાત પહેલીવાર સામે નથી  આવી. હવે તો બે યુવકો  કે યુવતીઓ સજાતીય લગ્નો સરળતાથી કરે છે.

દેશમાં અત્યારે સમલૈગિંક અધિકારો પર ચર્ચા ચાલી રહી છે. એવામાં કોલકાત્તા સમલૈગિંક વિવાહનું સાક્ષી બની રહ્યું છે. અહીં બે યુવતીઓએ એક મંદિરમાં પારંપરિક રીતે લગ્ન કરી લીધા છે. કોલકાત્તાની મૌસમી દત્તા અને મૌમિતા મજમૂદારે રવિવારે મળસ્કે ભૂતનાથ મંદિરમાં ચુપચાપ લગ્ન કરી લીધા બાદ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર વહેતા કર્યા છે.

કપલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૌસમી દત્તા પહેલાથી પરણિત હતી અને તેણીને બે બાળકો પણ છે. મૌસમી દત્તાએ કહ્યું કે તેનો પતિ તેને રોજ મારપીટ કરતો હતો એટલે તેણી પોતાના પતિથી અલગ થઇ ગઇ છે. મૌસમીએ કહ્યું કે મારા બે સંતાનો છે જેમની જવાબદારી મારી છે. કપલે કહ્યું કે તેઓ ઇન્સ્ટાગ્રામ દ્રારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મૌમિતા મજમમૂદારે મૌસમીના બંને બાળકોને સાથે રાખવાનો સ્વીકાર કરી લીધો હતો.

મૌસમી દત્તા અને મૌમિતા મજમૂદાર અત્યારે ઉત્તરી કોલકાત્તામાં એક ભાડાના મકાનમાં રહે છે અને સમલૈગિંક વિવાહ વિશે જાણકારી ધરાવે છે. મૌસમી દત્તાએ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટ પાસે એક અનુકુળ ચુકાદાની અપેક્ષા રાખુ છુ, આમ છતા નિર્ણય જે પણ આવશે તે મૌમિતાની સાથે જ રહેશે.

બંનેએ દાવો કર્યો હતો કે ભલે કોર્ટ સમલૈંગિક લગ્નના પ્રમાણપત્રને મંજૂરી આપતી નથી, પરંતુ કોઈ નિયમ તેમને સાથે રહેતા અટકાવી શકે નહીં. આ પહેલા પણ કોલકાતામાં આવા અનેક લગ્ન થયા છે. સુચન્દ્રા અને શ્રી બંને, જેઓ વર્ષોથી એકસાથે ખુશીથી જીવે છે, તેઓ હવે શહેરમાં LGBTQ અધિકાર ચળવળના લોકપ્રિય ચહેરા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp