IVF સેન્ટરમાં મહિલાઓ સાથે છેતરપિંડી, 49 બાળકોનો બાપ બન્યો ડૉક્ટર

PC: express.co.uk

બાળકની ચાહતમાં IVF ક્લિનક જનારી મહિલાઓએ ચેતવાનો સમય છે. આ બાબતે એક મોટો ખુલાસો થયો છે. મહિલાઓ સાથે છેતરપિંડી કરીને એક ડોક્ટર પોતે 49 બાળકોનો પિતા બની ગયો. ડોક્ટર એક પ્રસિદ્ધ IVF ક્લિનક ચલાવતો હતો.

આ મામલો નેધરલેન્ડના રોટરડમનો છે. DNA ટેસ્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે જન કરબાત નાના એક ડોક્ટરે 49 મહિલાઓની પ્રેગનન્સી માટે તેમના પતિના બદલે પોતાના જ વીર્યનો ઉપયોગ કર્યો હતો. જો કે આ સંખ્યા વધવાની પણ સંભાવના છે.2017માં જન કરબાતની મોત થઇ હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે ડોક્ટરના DNA  ટેસ્ટના પરિણામ આપવામાં આવે. ડોક્ટરે સ્પર્મ ડોનરની જગ્યાએ છેતરપિંડી કરીને પોતાના જ સ્પર્મનો ઉપયોગ કર્યો હતો.

ડિફેન્સ ફોર ચિલ્ડ્રન નામની એક સંસ્થાએ કહ્યું છે કે, તપાસમાં ડોક્ટરના DNA 49 બાળકોના DNA સાથે મેચ થયા છે. ડોક્ટરનું ક્લિનિક હવે બંધ થઇ ગયું છે.89 વર્ષની ઉંમરે મૃત્યુ પહેલા ડોક્ટરે કથિત રીતે એવો સ્વીકાર કર્યો હતો કે 60 બાળકોનો પિતા બની ચૂક્યો છે. 2009માં ક્લિનકને બંધ કરી દેવામાં આવ્યું હતું. ડચ મીડિયાના રિપોર્ટ અનુસાર, કરબાતે બાદમાં એવો પણ સ્વીકાર કર્યો હતો કે તેના ઘણાં સ્પર્મ ડોનરના સ્પર્મ મિક્સ કરી દીધા હતા. ડોક્ટરના પરિવાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ તેમણે ડોક્ટરનો DNA  રિપોર્ટ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp