એક દિવસમાં કેટલા કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા હોય છે? 95 ટકા લોકો નથી જાણતા

PC: healthline.com

ડ્રાઈ ફ્રૂટ્સને હંમેશાં સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તેના ઘણાં બધા હેલ્થ બેનિફિટ્સ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડ્રાઈ ફ્રૂટ્સમાં કાજુ એકમાત્ર એવું છે જેણે ખાવાને લઈને લોકો મોટા ભાગે કન્ફ્યૂઝ રહે છે કે રોજ કેટલા કાજુ ખાવા સારા છે કેમ કે ઘણા બધા લોકોને ખબર નથી કે એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ? પોષક તત્વથી ભરપૂર કાજુને ખાવા લોકોન ખૂબ પસંદ હોય છે.

જો કે, કાજુ કે કોઈ પણ વસ્તુ ખાતી વખત એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે એક સીમિત માત્રામાં જ ખાવા. કેમ કે લિમિટ માત્રામાં ખાવાથી જ તે શરીર પર સારી અસર કરે છે. કેટલાક લોકો કાજુને રોસ્ટ કરીને જ ખાય છે. કાજુનો ઉપયોગ મોટા ભાગે ખીર, સેવઇ, સ્વીટ, ડેઝર્ટ, હલવા, મીઠાઈમાં નાખવામાં આવે છે. ચાલો તો જાણીએ કે કેટલા કાજુ ખાવા જોઈએ.

કાજુમાં ઘણા બધા પોષક તત્વ હોય છે જેમ કે કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન A, C, E, K, B6, નિયાસિન, રાઈબોફ્લેવિન, કોપર, ફૉસ્ફરસ, હેલ્ધી ફેટ્સ, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ. જેમ કે તમને ખબર છે કે આ બધા ન્યૂટ્રિશિયન્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કાજુ ઘણા પ્રકારની બીમારીઓને દૂર રાખે છે અને શરીરને સ્વાસ્થ્ય પણ રાખે છે. એક રિપોર્ટ મુજબ, એક લિમિટથી વધારે કાજુ ખાવાથી શરીરનું વજન ખૂબ વધારે વધે છે. એવામાં તમે નથી ઇચ્છતા કે તમારું વજન ખૂબ વધે તો થોડી માત્રામાં જ કાજુ ખાવા.

એટલે રોજ માત્ર 10-15 કાજુ જ ખાવા જોઈએ. જો તમે ફિટ અને હેલ્ધી રહેવા માગો છો. સાથે જ હેલ્ધી ફેટ અને પ્રોટીન ઈચ્છો છો તો 15-30 કાજુ ખાઈ શકો છો. તેનાથી વધારે નહીં. પરંતુ કાજુ ખાધા બાદ તમને પેટ ભારે ભારે લાગી રહ્યું છે તો એક વખત હેલ્થ એક્સપર્ટ કે ડાયટિશિયનને જરૂર પૂછીને ખાવા. એક રિપોર્ટ મુજબ દિવસમાં 40 કરતા વધુ કાજુ ખાવા અનહેલ્ધી હોય છે. જો કે એથલિટ્સ, સ્પોર્ટસમેન 30-40 કાજુનું સેવન કરી શકે છે કેમ કે તેમનું મેટાબોલિઝ્મ હાઇ હોય છે. તેઓ સામાન્ય લોકોની તુલનામાં ફિઝિકલ એક્ટિવિટી પણ વધારે કરે છે. તો સારું છે કે એક્સપર્ટ્સના મંતવ્યો લઈને કાજુનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp