બાળદિવસ: આ રીતે આપો બાળકોને પરવરીશ અને સંસ્કાર

PC: kidsnteensngo.org

બાળકોમાં સંસ્કારોનું સિંચન હંમેશા વડીલોના અનુકરણ દ્વારા થતું હોય છે. તેથી પોતાના આચરણને વ્યવસ્થિત રાખવું એટલુ જ જરૂરી છે જેટલું બાળકો પર ધ્યાન આપવું જરૂરી છે. કહેવત છે ને કે જો છોડને સારી રીતે ખાતર આપવામાં આવે તો છોડ ખુબ જ સુંદર હોય છે અને સંસ્કારો એ ખાતરનું કામ કરે છે.

ઘણી વખત જોવામાં આવે છે કે લોકો બાળકની ખરાબ આદતો જોઈ લોકો કહે છે કે આ બાળકને સારા સંસ્કાર મળ્યા નથી. શું સંસ્કારોને જબરદસ્તી કોઈ બાળક પર થોપી શકાય ? કે પછી નોટ-પેન લઈને સંસ્કારોને યાદ રખાવી શકાય ?

જ્યારે બાળક વસ્તુઓ સમજવા અને સમજી લેવાનું શરૂ કરે છે, ત્યારે તેમાં ટેવોના વિકાસની શરૂઆત થાય છે. આવી પરિસ્થિતિમાં, યાદ રાખવું જોઈએ કે તમે લાડ-પ્રેમમાં તમારા બાળકોને સંસ્કારોથી દૂર તો નથી કરી રહ્યા ને ?

બાળકના યોગ્ય ઉછેર માટે કેટલીક બાબતોની કાળજી લેવી મહત્વપૂર્ણ છે

લોકો તેમના બાળકોને બધું પ્રદાન કરવા માટેની જીદમાં તેમની વ્યાજબી અને ગેરવ્યાજબી માંગો પૂરી કરતા હોય છે. જેમાં દરેક કિંમત પર કંઈ પણ મેળવવાની પ્રવૃતિનો વિકાસ થાય છે. આમ કરતી વખતે માતા-પિતા એવું નથી વિચારતા કે તેઓ પોતાના બાળકોને ફક્ત મેળવવાનું શીખવી રહ્યા છે આપવાનું નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp