તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તે જાણવા આ રીતે મીઠાથી ઘરે જ કરી શકો પ્રેગ્નન્સી ટેસ્ટ

PC: amazonaws.com

હોમ પ્રેગનેન્સી ટેસ્ટ ગર્ભાવસ્થાની તપાસ કરવાની એક નોન-મેડિકલ રીત છે, જેનો ઉપયોગ પ્રેગ્નેન્સી કિટ ઉપલબ્ધ ન હોય ત્યારે કરવામાં આવે છે. ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે મહિલાઓ ખાંડ, બ્લીચ અને મીઠાની સાથે જ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ તમામ ટેસ્ટ એક સિદ્ધાંત પર કામ કરે છે અને યૂરીનમાં એચસીજી હોર્મોનના સ્તર વિશે જાણકારી મેળવે છે.

મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ ક્યારે કરવું જોઈએ?

મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ ત્યારે કરવું જોઈએ, જ્યારે તેના વધુ પ્રભાવી પરિણામ મળી શકે. સામાન્યરીતે ઓવ્યૂલેશનના પાંચમા દિવસે મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવું જોઈએ. તેને માટે પહેલાથી જ તમારી ઓવ્યૂલેશન ડેટ ટ્રેક કરવાની જરૂર પડે છે.

મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કઈ રીતે કરશો?

  • મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે એક કન્ટેનરમાં સવારના પહેલા પેશાબનું સેમ્પલ લો.
  • તેમાં ત્રણ ચતુર્થાંસ ચમચી મીઠું મિક્સ કરો.
  • એક કે બે મિનિટ સુધી રાહ જુઓ અને મીઠાનું યૂરીન સાથેનું રિએક્શન જુઓ.
  • પ્રેગ્નેન્સી હશે તો યૂરીનમાં રહેલ એચસીજી હોર્મોન મીઠાની સાથે અભિક્રિયા કરીને ફીણ બની જાય છે.
  • જો પ્રેગ્નેન્સી ના હશે તો મીઠું યૂરીનની સાથે કોઈ અભિક્રિયા નથી કરતું.

શું મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાથી સારા પરિણામ મળે છે?

મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવું ખૂબ જ સસ્તું છે અને તેનાથી પ્રભાવી પરિણામ પણ મળે છે. જોકે, મોટાભાગના કપલ્સ પ્રેગ્નેન્સી કિટના પરિણામ પર જ વધુ વિશ્વાસ કરે છે. પરંતુ, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્રેગ્નેન્સી કિટ પણ ખૂબ જ સટિક રિઝલ્ટ નથી આપતી અને તમારે પોતાની પ્રેગ્નેન્સી કન્ફર્મ કરાવવા માટે ડૉક્ટરની પાસે જવાની અને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની જરૂર પડે છે.

આ રીતે ગર્ભધારણની સંભાવના થતા મીઠાની મદદથી ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકાય છે. જો મીઠું યૂરીનની સાથે અભિક્રિયા કરીને ફીણ બની જાય તો તેનો મતલબ એ છે કે તમારો પ્રેગનેન્સી ટેસ્ટ પોઝિટિવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp