'ગોપી વહુ' સફાઇના નામે પત્નીએ લેપટોપ-ફોન ધોઇ નાખ્યા પછી પતિએ જુઓ શું કર્યું

PC: udayavani.com

ઓબ્સેસિસ કંપલ્સિવ ડિલોર્ડર(OCD), સરળ ભાષા કહીએ તો એક પ્રકારની મગજની બીમારી જેનાથી ઝઝૂમી રહેલ વ્યક્તિ કોઇ કામને ડર કે સનકને લીધે વારે વારે કરે છે. બેંગલોરમાં ઓસીડીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પત્નીની સફાઇની આદતથી પરેશાન થઇ ડિવોર્સની માગણી કરી છે. પત્ની પણ પતિની સામે તેના વ્યવહારને અસામાન્ય જણાવવા પર ફરિયાદ કરવાનો વિચાર કરી રહી છે.

કપલના લગ્ન 2009માં થયા હતા. લગ્ન પછી બંને ઈંગ્લેન્ડ ગયા. ત્યાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. કપલનો કેસ સંભાળી રહેલી બેંગલોર પોલિસના કાઉન્સેલર બીએસ સરસ્વતી કહે છે, બે વર્ષ પહેલા બાળક પેદા થયા પછી સ્થિતિ બગડવા લાગી. પત્ની દ્વારા કામથી પરત આવ્યા પછી દર વખતે જૂતા, કપડા, સેલફોનની સફાઇ માટે મજબૂર કરવાથી પતિ પરેશાન થઇ ગયો. બ્રિટેનથી પરત આવ્યા પછી કપલે ફેમિલી કાઉન્સેલિંગનો સહારો લીધો અને સ્થિતિ સુધરવા પણ લાગી. ત્યાર પછી કપલે વધુ એક બાળકને જન્મ આપ્યો.

કોરોના આવ્યા પછી પત્નીની ઓસીડી વધી ગઇ અને તેણે ઘરની દરેક વસ્તુ સાફ કરવા અને સેનેટાઇઝ કરવાની શરૂ કરી દીધી. સરસ્વતીએ જણાવ્યું લોકડાઉન દરમિયાન પતિ ઘરેથી કામ કરી રહ્યો હતો અને પત્નીએ તેનું લેપટોપ અને ફોન ધોઇ નાખ્યા. પોતાની ફરિયાદમાં પતિએ જણાવ્યું કે તેની પત્ની દિવસમાં 6થી વધારે વાર ન્હાય છે અને ન્હાયા પછી સાબુને સાફ કરવા માટે પણ એક અલગ સાબુનો ઉપયોગ કરે છે.

લાંબી બીમારી પછી મહિલાની માતાનું નિધન થયું હતું. ત્યાર પછી તેણે પતિ અને તેની સંતાનોને જબરદસ્તી ઘરથી બહાર રાખ્યા અને 30 દિવસો સુધી સફાઇ કરી. કાઉન્સેલરે કહ્યું, પતિ માટે સહનશક્તિ ત્યારે તૂટી જ્યારે પત્નીએ બાળકોને તેમના યૂનિફોર્મ અને જૂતા ધોવા મજબૂર કર્યા, ત્યાર પછી પતિ બાળકોને લઇ માતા-પિતાના ઘરે જતો રહ્યો. તો પત્ની પોલીસની પાસે પહોંચી. કપલને 11 અને 9 વર્ષના બે બાળકો છે.

કાઉન્સિલરે ગંભીર ઓસીડીની શંકા લાગી અને સલાહ આપી કે મહિલાને મદદની જરૂર છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે તે બરાબર છે અને સફાઇની આદતોને પણ સામાન્ય ગણાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp