વગર વીઝાએ વિદેશમાં નોકરી કરવી છે તો આ દેશમાં ચાલ્યા જાઓ

PC: twitter.com

જો તમે એવા કોઇ દેશની શોધ કરી રહ્યા હો કે જ્યાં વીઝાની ઝંઝટ વગર જવા મળે અને નોકરી પણ કરવા મળે. તો યુરોપમાં એક દેશ એવો છે જ્યાં વગર વીઝાએ તમે રહી પણ શકો, ફરી પણ શકો, કેરીઅર પણ બનાવી શકો અને નોકરી પણ કરી શકો. આ દેશનું નામ છે સ્વાલબાર્ડ

સ્વાલબાર્ડ એ ખુબસુરત ટાપુ છે અને અહીં મોટાભાગનો વિસ્તાર આખા વર્ષ દરમિયાન બરફથી છવાયેલો રહે છે. અહીં દુનિયાભરના લોકો ફરવા માટે આવે છે એક મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.

સ્વાલબોર્ડમાં મોટાભાગની નોકરી ટુરીઝમ આધારીત છે. 1920માં નોર્વે સાથેની સંધીમાં નક્કી થયુ હતું કે કોઇ પણ દેશના લોકો સ્વાલબોર્ડમાં રહી શકે, નોકરી કરી શકે અને ફરી પણ શકે એના માટે વીઝાની જરૂર નહીં પડે.

પરંતુ સમસ્યા એ છે કે સ્વાલબોર્ડ પહોંચતા પહેલા તમારે નોર્વે જવું પડે અને નોર્વે શેંગેનનું પોર્ટ છે અને આ પોર્ટ પર જવા વીઝાની જરૂર પડે જે તમે નોર્વે જઇને લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp