1 લીટર કેમિકલથી 500 લીટર નકલી દૂધ બનાવી વેચનારો પકડાયો

PC: x.com

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાનડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને એક વેપારીને ત્યાં દરોડા પાડ્યો તો અધિકારીઓ જોઇને ચોંકી ઉઠ્યા હતા. આ વેપારી 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર સિન્થેટીક દુધ બનાવીને વેચતો હતો અને આ કામ એ 20 વર્ષથી કરતો આવ્યો છે.

અસલી દુધનો સ્વાદ આવે તેના માટે કૃત્રિમ મિઠાઇ અને કેમિકલ સાથે સ્વાદ મિશ્રણ કરતો હતો. વેપારીનું નામ અજય અગ્રવાલ છે અને અધિકારીઓએ કોસ્ટીક પોટાશ,છાશ પાવડર, સોર્બીટોલ, મિલ્ક પરમીટ પાવડર, રિફાઇન્ડ સોયા ફેટ જપ્ત કર્યું હતું જે અગ્રવાલ દુધમાં ભેળવતો હતો.

સોશિયલ મીડિયા પર આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. એકદમ સરળતાથી સિન્થેટીક દુધ બની જાય છે.ત્યારે સવાલ એ થાય છે કે ચાની લારીઓ પર લાખોલોકો ચા પીવે છે તો  સિન્થેટીક દુધનો ઉપયોગ થતો ન હોય એની શું ખાત્રી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp