પ્રેમમાં તૂટી ધર્મની દિવાલ,રૂખસારમાથી રૂકમણી બનીને હિન્દુ પ્રેમી સાથે કર્યા લગ્ન

PC: news18.com

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. અહી પ્રેમમાં ધર્મની દીવાલ તૂટી ગઈ છે. એક મુસ્લિમ યુવતીએ સનાતન રીત રિવાજ મુજબ હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે. રૂખસારમાંથી રૂકમણી બનીને શિવ મંદિરમાં હિન્દુ રીત રિવાજ સાથે બંનેએ સાત ફેરા લીધા. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ લગ્ન કરાવવામાં આવ્યા છે. જો કે, છોકરીના પિતાએ 3 લોકો વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

શું છે આખો મામલો?

આ ઘટના સરાય અકીલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહિદ્દીનપુર સડવા ગામની છે, જ્યાં રહેનારી 20 વર્ષીય રૂખસાર (હવે રૂકમણી) પોતાના પાડોશી રવિ ગુપ્તાને પ્રેમ કરતી હતી. તે 27 ઑગસ્ટના રોજ સવારે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ અંગે યુવતીના પિતાએ દીકરીને 16 વર્ષીય બતાવીને પ્રેમી રવિ, અનિલ અને મોનૂ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે યુવતીને સકુશળ કસ્ટડીમાં લઈને કોર્ટમાં સેક્શન 164નું નિવેદન કરાવ્યું.

યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે પુખ્ત વયની છે અને તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. તે યુવક સાથે પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. આ વાત તેના પરિવારજનોને પસંદ નહોતી, એટલે તેના પરિવારજનોએ યુવક પર અપહરણનો ખોટો કેસ નોંધાવ્યો છે. કોર્ટે ઉંમર પ્રૂફ ડોક્યૂમેન્ટ અને યુવતીના નિવેદનના આધાર પર તેને યુવકને સોંપવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પોલીસે યુવતીને તેના પ્રેમીના હવાલે કરી દીધી.

કોર્ટથી ફર્યા બાદ યુવતી પોતાના પ્રેમી રવિ સાથે એક શિવ મંદિરમાં પહોંચી અને ત્યાં હિન્દુ રીતિ રિવાજ સાથે તેની સાથે લગ્ન કર્યા. યુવકના માતા-પિતા અને હિન્દુવાદી સંગઠનોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા. આ દરમિયાન યુવતીએ પોતાના પ્રેમી સાથે શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ ત્યાં ઉપસ્થિત સાસુ-સાસરાના આશીર્વાદ લીધા. યુવતી દ્વારા હિન્દુ યુવક સાથે મંદિરમાં લગ્ન કરવાની વાત જેવી જ તેના પરિવારજનોને ખબર પડી, તો ગામમાં ભારે તણાવ ઉત્પન્ન થઈ ગયો, કેમ કે યુવક અને યુવતીનું ઘર સામસામે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં ગામમાં સાવધાનીના ભાગ રૂપે ભારે પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp