કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવોઃ મગજનો વિકાસ ત્રણ દાયકાઓ સુધી ચાલે છે

PC: khabarchhe.com

એક નવી શોધમાં સામે આવ્યું છે કે લોકો ત્યાં સુધી એડલ્ટ (ઉંમરલાયક) નથી બનતા જ્યાં સુધી તેમની ઉંમર 30 વર્ષને પાર નથી કરી જતી. મગજના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે મગજનો પૂર્ણ વિકાસ 18 વર્ષે નહીં પરંતુ 30 વર્ષની વયે થાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વ્યક્તિના મસ્તિષ્કના ચેતાતંત્રનું કાર્ય અને વિકાસ સાથે જોડાયેલી પ્રક્રિયા ગર્ભથી શરૂ થઇને દાયકાઓ સુધી ચાલે છે. મગજના વિકાસની પ્રક્રિયા અને તેનાથી થતાં ફેરફાર યુવાઓના વ્યવહાર પર પ્રભાવ નાખે છે, જે તેમને માનસિક પરેશાનીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવ છે.

યુવા અવસ્થા દરમિયાન બાળક વ્યવહાર સાથે સંકળાયેલી પરેશાનીઓ અનુભવે છે, અને એ સમયે એવું વિચારવામાં આવે છે કે ટીન-એજ નીકળી ગયા બાદ તેની આ પરેશાની ખતમ થઇ જશે, પરંતુ એવું નથી.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના ન્યુરો સાયન્ટિસ્ટ પ્રોફેસર પીટન જોન્સ પ્રમાણે, બાળપણથી વયસ્કતામાં પહોંચનારી જે વ્યાખ્યા છે તે હવે અર્થવિહીન લાગવા લાગી છે.

બાળપણથી વયસ્કતા તરફ મગજનો વિકાસ સુક્ષ્મ હોય છે અને લગભગ ત્રણ દાયકા સુધી ચાલે છે. શિક્ષા વ્યવસ્થા, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને કાયદાકીય વ્યવસ્થાએ પોતાની સુવિધા માટે આ વ્યાખ્યા ઘડી છે. જો કે પ્રોફેસર  મુજબ, પ્રણાલીઓમાં ફેરફાર થતાં રહે છે. વયસ્કતાની કાયદાકીય જોગવાઇ ભલે કંઇ પણ હોય પરંતુ અનુભવી જજ 19 વર્ષના આરોપી અને 30 વર્ષની વય પાર કરી ગયેલા આરોપી વચ્ચેનો ફરક જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp